<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ઇન્‍ડસ્‍ટ્રીઅલ સ્‍ટ્રક્‍ચર ડેવલોપમેન્‍ટ ગુજરાત સિવાય અન્‍ય કોઈ રાજ્‍યમાં જોવા નથી મળ્‍યું: તેનું મુખ્‍ય કારણ ગુજરાતીઓના ડીએનએમાં ઉદ્યોગ સાહસિકતા છેઃ અમિતભાઈ

ગણેશ હાઉસિંગ દ્વારા નવ નિર્મિત ‘મિલિયન માઇન્‍ડસ ટેક પાર્ક' અને ગ્‍લોબલ કેપેબિલિટી સેન્‍ટર કેમ્‍પસનું ઉદઘાટન ત્રાગડ અમદાવાદ ખાતે કરવામાં આવ્‍યું

ગાંધીનગરઃ ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્‍યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્‍દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્‍તે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્‍થિતિમાં ગણેશ હાઉસિંગ દ્વારા નવ નિર્મિત ‘‘મિલિયન માઇન્‍ડસ ટેક પાર્ક''અને ગ્‍લોબલ કેપેબિલિટી સેન્‍ટર કેમ્‍પસનું ઉદઘાટન ત્રાગડ અમદાવાદ ખાતે કરવામાં આવ્‍યું હતું આ તકે અમિતભાઇ શાહે સંબોધન કરતા જણાવ્‍યું કે, એક સાથે બે નવી પહેલ થઇ રહી છે જેમાં પ્રથમ મિલિયન માઇન્‍ડ અને બીજી એક યુનિવર્સીટી જેની ખુબ લાંબા સમયથી જરૂરિયાત હતી. દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીએ જે સ્‍વપ્ન જોયું છે તેની પરિપૂર્તિની દિશામાં ખુબ મોટા માઈલસ્‍ટોન મેળવવા જઈ રહ્યા છીએ.  પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીનું વિઝન છે, ટેકનોલોજી, નવીનતા, GYAN, ઉધ્‍યમતા અને ઉચ્‍ચ કૌશલ્‍ય આધારિત ઇન્‍ડસ્‍ટ્રી પણ આવે અને રોજગારીનું નિર્માણ પણ થાય. ગુજરાત આઝાદીના સમયથી દરેક ક્ષેત્રમાં નેતળત્‍વ કરી રહ્યું છે. ન્‍યુ એજ ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ ગુજરાત નેતળત્‍વ કરે તેવો વિશ્વાસ શ્રી શાહે વ્‍યક્‍ત કર્યો હતો. સમગ્ર દેશ અને દુનિયા જાણે છે કે, ગુજરાતે મજબૂતી સાથે જે ક્ષેત્રમાં પહેલ કરી છે તેમાં પ્રથમ ટોપ ત્રણ ક્રમાંકમાં પહોંચવા ગુજરાતે વિલંબ નથી કર્યો. શ્રી શાહે વિશ્વાસ વ્‍યક્‍ત કરતા કહ્યું કે, અહીંયા પણ ઇતિહાસનું પુનરાવર્તન થશે.

આ કાર્યક્રમમાં ગણેશ હાઉસિંગના ચેરમેન  દીપકભાઈ પટેલ, MD શેખરભાઈ પટેલ સહીત ઔદ્યોગિક ક્ષેત્રના આગેવાનો તેમજ મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ નિમિષ ગણાત્રા, ગાંધીનગર)

(2:09 PM IST)