તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
ભારતીય સુરક્ષા અધિકારીઓનાં ૧૩થી ૧૪ વોટ્સએપ ગ્રુપમાં પાકિસ્તાની જાસૂસોની ઘૂસણખોરી : ગુપ્ત માહિતીની સુરક્ષા સામે ગંભીર ખતરો
ડીઆરડીઓની મહિલા વૈજ્ઞાનિક બનીને પણ જાસૂસીનો પ્રયાસ : તમામ સુરક્ષા સંસ્થાઓને ગ્રુપની તપાસ અને અજાણ્યા સભ્યો દૂર કરવા સૂચના

નવી દિલ્હી, તા. ૨૪ : ભારતીય સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાન આધારિત જાસૂસી નેટવર્કની ચિંતાજનક પ્રવૃત્તિ શોધી કાઢી છે. સંરક્ષણ, અર્ધલશ્કરી દળો અને સંરક્ષણ વિભાગના નાગરિક અધિકારીઓનાં આશરે ૧૩થી ૧૪ ખાનગી વોટ્સએપ ગ્રુપમાં પાકિસ્તાની ગુપ્તચર ઓપરેટિવ્સ ઘૂસી ગયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
આ શખ્સોએ બનાવટી અથવા અન્યના કબજામાં આવેલા ભારતીય મોબાઇલ નંબરોનો ઉપયોગ કર્યો હોવાની શંકા છે. તેઓ ગ્રુપમાં મૌન સભ્યો બનીને ચર્ચાઓ અને દસ્તાવેજો ઉપર નજર રાખતા હતા.
એક કિસ્સામાં 'સોનિયા' નામની ડીઆરડીઓ વૈજ્ઞાનિક તરીકે ઓળખ આપનાર પાકિસ્તાની ઓપરેટિવની વિગતો સામે આવી છે. નાણાંના બદલામાં સંવેદનશીલ માહિતી વહેંચાઈ હોવાની શંકાની તપાસ ચાલી રહી છે. તમામ સંબંધિત સુરક્ષા સંસ્થાઓને ગ્રુપના સભ્યોની ચકાસણી કરવા તથા સોશિયલ મીડિયા ઉપર ગુપ્ત માહિતી ન મૂકવા સૂચના આપવામાં આવી છે.
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
