તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
મોંઘવારીનો ડામઃ જથ્થાબંધ ફુગાવો વધીને ૩.૮૮% એ પહોંચ્યો
પશ્ચિમ એશિયાના સંકટની સીધી અસર ભારતીય બજાર પરઃ વૈશ્વિક કટોકટી અને ફુગાવાનો ફુંફાડો : ખાદ્ય પદાર્થોમાં આંશિક રાહત : પણ છૂટક ફુગાવો ચિંતાજનકઃ ક્રૂડ ઓઈલ અને ઈંધણના ભાવે સામાન્ય જનતાની કમર તોડી

નવી દિલ્હી, તા.૧૫: દેશમાં મોંઘવારીનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે, જેમાં જથ્થાબંધ ફુગાવો (WPI) માર્ચ ૨૦૨૬માં વધીને ૩.૮૮% પર પહોંચી ગયો છે. આ સતત પાંચમો મહિનો છે જ્યારે જથ્થાબંધ ભાવોમાં વધારો નોંધાયો છે. આ ઉછાળા પાછળ મુખ્યત્વે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ઈઝરાયેલપ્રઈરાન કટોકટી જવાબદાર માનવામાં આવે છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈંધણ અને વીજળી ઉપરાંત ઉત્પાદિત વસ્તુઓના ભાવમાં થયેલો વધારો સામાન્ય જનતાના ખિસ્સા પર સીધો બોજ નાખી રહ્યો છે.
ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો ૫૦% થી વધુનો વધારો ભારતીય અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. ગણતરીના દિવસોમાં જ ક્રૂડ ઓઈલ $૭૦ થી વધીને $૧૨૨ પ્રતિ બેરલ થઈ ગયું છે. જોકે, સરકારે સામાન્ય લોકોને રાહત આપવા માટે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લિટર રૂ.૧૦નો ઘટાડો કર્યો છે, પરંતુ ઓઈલ કંપનીઓ અત્યારે પણ ભારે નુકસાન વેઠી રહી છે. પેટ્રોલ પર પ્રતિ લિટર રૂ.૧૮ અને ડીઝલ પર રૂ.૩૫નું નુકસાન થવા છતાં ચૂંટણીલક્ષી માહોલને કારણે હાલ ભાવો સ્થિર રખાયા છે, પરંતુ ભવિષ્યમાં તેમાં મોટા વધારાની શકયતા નકારી શકાતી નથી.
રાહતની વાત એ છે કે ખાદ્ય પદાર્થો અને શાકભાજીના ભાવમાં વધારાની ગતિ થોડી ધીમી પડી છે. માર્ચમાં શાકભાજીનો ફુગાવો ઘટીને ૧.૪૫% થયો છે, જે ફેબ્રુઆરીમાં ૪.૭૩% હતો. જોકે, બીજી તરફ ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત છૂટક ફુગાવો વધીને ૩.૪% થયો છે, જે દર્શાવે છે કે જથ્થાબંધ બજારની અસર ધીમે ધીમે રિટેલ માર્કેટ સુધી પહોંચી રહી છે. કાચા માલના ખર્ચમાં સતત વધારો થતા ઉત્પાદિત વસ્તુઓ જેવી કે ધાતુઓ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ રહી છે, જે મધ્યમ વર્ગના બજેટને ખોરવી શકે છે
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
