તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
ફુગાવો અને લિક્વિડિટીના જોખમોથી દેશનો આર્થિક વિકાસ દર ધીમો પડશે: DBS બેન્કનો મોટો દાવો
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બીજા છમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ ઘટીને ૭.૩ ટકા રહેવાનો અંદાજ; ખાદ્ય ચીજો અને ક્રૂડતેલના ભાવ વધતા મોંઘવારી પાંચ ટકાને પાર પહોંચવાની ભીતિ

નવી દિલ્હી : વર્તમાન નાણાકીય વર્ષના બીજા છમાસિક ગાળામાં તંગ રાજકોષીય સ્થિતિ, ક્રૂડ તેલ અને ઊર્જાના વધતા ભાવ તેમજ હાઈ બેઝ ઈફેક્ટની માઠી અસરને કારણે દેશની આર્થિક પ્રવૃત્તિઓ અને વિકાસ દર મનો પડે તેવી શક્યતા છે. સિંગાપોર સ્થિત મલ્ટીનેશનલ બેન્ક DBS ના મેક્રો ઈકોનોમિક આઉટલૂક રિપોર્ટમાં આ અંગે ચેતવણી આપવામાં આવી છે.
DBS બેન્કના વરિષ્ઠ અર્થશાસ્ત્રી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાધિકા રાવે જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ની શરૂઆત મજબૂત રહી હતી અને પ્રથમ ત્રિમાસિક ગાળામાં મજબૂત સ્થાનિક માંગ, વપરાશ વૃદ્ધિ અને જાહેર મૂડીગત ખર્ચના જોરે આર્થિક વૃદ્ધિ દર ૭.૮ ટકા નોંધાયો હતો. જોકે, બીજા છમાસિક ગાળામાં આ ગતિ ધીમી પડી શકે છે, જેથી DBS એ આખા નાણાકીય વર્ષ માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટ ૭.૩ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.
ફુગાવો અને લિક્વિડિટી મેનેજમેન્ટ બનશે મોટો પડકાર
અહેવાલ અનુસાર, જીએસટી કલેક્શન, ઈ-વે બિલ અને ડિજિટલ પેમેન્ટ્સ દર્શાવે છે કે સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓ હજુ ગતિમાન છે, પરંતુ ફુગાવો (Inflation) સૌથી મોટું જોખમી પરિબળ છે. ઓગસ્ટ મહિનામાં ખાદ્યતેલ, ખાંડ, પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થો અને ક્રૂડતેલના ભાવ વધતા સીપીઆઈ આધારિત ફુગાવો ૪.૮ ટકા પર પહોંચ્યો હતો. ચોમાસામાં અનિયમિતતાને કારણે કૃષિ ઉત્પાદન પર અસર પડવાની ભીતિથી બીજા છમાસિક ગાળામાં મોંઘવારીનો દર ૫ ટકાથી ઉપર જઈ શકે છે.
આ ઉપરાંત, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) પાસે વિદેશી ચલણનો ભંડાર ૭૮૦ અબજ ડોલરની વિક્રમજનક સપાટીએ પહોંચ્યો હોવા છતાં બેન્કિંગ સિસ્ટમમાં વધારાની લિક્વિડિટી (પ્રવાહિતા) ને મેનેજ કરવી એ આરબીઆઈ માટે મોટો પડકાર બનશે. અતિરિક્ત પ્રવાહિતાને શોષવા માટે રિઝર્વ બેન્કે ઓપન માર્કેટ ઓપરેશન (OMO) અને વેરિયેબલ રેટ રિવર્સ રિપો જેવા પગલાં લેવા પડશે.
(8:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
