તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
ખાદ્યાનનું વાવેતર-ઉત્પાદન ઘટતા મોંઘવારી વધશે
ભારતમાં ૫૧ ટકા ઓછો વરસાદ, નબળા ચોમાસાએ ચિંતા વધારી ૫૧ : ૧૫ જુલાઈ સુધીમાં દેશમાં ૫૧ ટકા ઓછો વરસાદ થયો, દાળોનું વાવેતર ઘટતા ભાવ ઊંચા રહેવાની શક્યતા

નવી દિલ્હી,તા.૨૧: દેશમાં અલ-નીનોના કારણે આ વર્ષે ચોમાસાની શરૂઆત નબળી રહી છે. જૂન મહિનામાં ૫૧ ટકા વરસાદ ઓછો થવાથી ખરીફ વાવેતર ઘટયું છે, જેથી ખાદ્યાન્તનું ઉત્પાદન ૨૦થી ૨૫ ટકા ઘટવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. બીજીબાજુ ઓછા વરસાદને પગલે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ વધી ગયો છે. આગામી પખવાડિયામાં વરસાદ નહીં આવે તો દેશમાં ખેતી અને અર્થતંત્રને ભારે નુકસાન થવાની આશંકા છે.
હવામાન વિભાગના તાજા રિપોર્ટ મુજબ ૯થી ૧૫ જુલાઈના સપ્તાહ વચ્ચે દેશમાં દેશમાં સામાન્ય કરતા ૫૧ ટકા ઓછો વરસાદ થયો છે. આ સમયમાં ૬૩.૮ મીમી વરસાદ થવો જોઈતો હતો, પરંતુ માત્ર ૩૧.૨ મીમી વરસાદ પડ્યો હતો. વરસાદની સૌથી વધુ અછત દક્ષિણ અને મધ્ય ભારતમાં નોંધાઈ છે. દક્ષિણ ભારતમાં ૭૭ ટકા જ્યારે મધ્ય ભારતમાં ૭૬ ટકા ઓછો વરસાદ થયો છે.
દેશમાં ઓછા વરસાદના કારણે ખરીફ મોસમમાં અડદ, મગ, તુવેર જેવી મહત્વની દાળોનું વાવેતર ઘટ્યું છે. નિષ્ણાતોએ કહ્યું કે, દાળ એક જ મોસમમાં ઉગતો પાક છે, તેથી એક વખતનો પાક આગામી પાક સુધી ચલાવવો પડે છે. વાવેતરમાં વિલંબથી ભવિષ્યમાં ઉત્પાદન પણ ઘટી શકે છે, જેને પગલે કિમતો પર હાલ દબાણ સર્જાયું છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ખરીફ પાકની સ્થિતિ અને ઉપજ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી દાળોના ભાવ ઊંચા સ્તરે& રહેવાની શક્યતા છે. ઓછા વરસાદને પગલે ભાવ વધવાની સંભાવનાઓથી વેપારીઓ દાળ સહિતના પાકનો પૂરવઠો રોકી રાખે છે, જેથી ભાવ વધે છે. હવામાન વિભાગના આંકડા મુજબ દશના ૭૮૮ જિલ્લામાંથી ૪૪ ટકાથી વધુ જિલ્લામાં હજુ પણ વરસાદની અછત જોવા મળી રહી છે.
રિપોર્ટ મુજબ નબળા ચોમાસાના કારણે દાળ, આખા અનાજ, કઠોળ અને કપાસના પાક મોટા સંકટમાં મુકાઈ શકે& છે. ખાદ્યાન્નમાં અછતના કારણે આગામી સમયમાં મોંઘવારી વધી શકે છે. જૂન મહિનામાં ચોખામાં મોંઘવારી દર વધીને ૧.૭૨ ટકા થયો હતો, જે મેમાં માત્ર ૦.૨૩ ટકા હતો. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સમાન સમયમાં
વાવેતરમાં ૮.૬૩ ટકા સુધીનો ઘટાડો થયો છે. એ જ રીતે જૂનમાં ખરીફ પાકમાં તુવેરની દાળનો ભાવ ૦.૮૫ ટકા વધી ગયો જ્યારે અડદનો ભાવ ૦.૮૯ ટકાથી વધીને ૨.૧૬ ટકા થયો હતો. ખાદ્યાન્તનું વાવેતર ઘટવાની સામે નબળા ચોમાસા અને ઓછા વરસાદના કારણે પેટ્રોલ-ડીઝલનો વપરાશ વધી ગયો છે.
ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસાન પેટ્રોલિયમનું વેચાણ ૧૫ જુલાઈ સુધીમાં ૨૨.૯ ટકા વધીને ૧૬.૩ લાખ ટન થઈ ગયું છે. એ જ રીતે ડીઝલનું વેચાણ ૨૦.૯ ટકાથી વધીને ૩૪.૬ લાખ ટન થઈ ગયું છે. સામાન્ય રીતે ચોમાસામાં ખેડૂતો ડીઝલ પમ્પ છોડીને વરસાદી પાણીના આધારે પાક લેતા હોય છે. પરંતુ આ વર્ષે વરસાદ ઘટવાથી ડીઝલ પમ્પથી ખેતી હજુ પણ ચાલુ છે. તેથી ડીઝલની માગ વધી છે
(10:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
