<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th June 2026

​પત્નીને પોલીસની પરીક્ષા અપાવવા આવેલા નિર્દોષ પતિની જાહેરમાં હત્યા: ૪ મહિના પહેલા જ લવ-મેરેજ કરેલા: સગા સાળાએ જાહેરમાં બનેવીના લમણે ગોળી ધરબી દીધી

​સહારનપુર: ઉત્તર પ્રદેશના સહારનપુરમાં પ્રેમ લગ્નનો અત્યંત કરુણ અને રક્તરંજિત અંજામ આવ્યો છે. એક આશાસ્પદ યુવાન પોતાની પત્નીને ઉત્તર પ્રદેશ પોલીસ ભરતીની લેખિત પરીક્ષા અપાવવા માટે પરીક્ષા કેન્દ્ર પર લઈને આવ્યો હતો, ત્યારે જ તેના સગા સાળાએ ત્યાં પહોંચીને તેને માથામાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી દીધી હતી. યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ યુગલે પરિવારની મરજી વિરુદ્ધ જઈને માત્ર ૪ મહિના પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા, જેની ભયંકર અદાવત રાખીને આ 'ઓનર કિલિંગ'ને અંજામ આપવામાં આવ્યો છે.

​પ્રાપ્ત વિગતો અનુસાર, શિવકુમાર નામનો આ યુવાન પોતાની પત્ની સાથે સુખી લગ્નજીવન વિતાવી રહ્યો હતો. તે પત્નીની કારકિર્દી બનાવવા માટે તેને પ્રોત્સાહિત કરી રહ્યો હતો. પરીક્ષાના દિવસે જ્યારે બંને પરીક્ષા કેન્દ્રની બહાર ઉભા હતા, ત્યારે અચાનક પત્નીનો ભાઈ ત્યાં ધસી આવ્યો હતો. કોઈ કંઈ સમજે તે પહેલા જ તેણે દેશી તમંચામાંથી ફાયરિંગ કરી દીધું હતું. આંખ સામે જ પતિની હત્યા થતાં પત્ની આઘાતમાં સરી પડી હતી અને પરીક્ષા કેન્દ્ર બહાર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

​પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે બહેને તેમની મરજી વિરુદ્ધ લગ્ન કરીને સમાજમાં તેમનું નાક કાપી નાખ્યું હતું, 

(9:25 AM IST)