<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

જુન મહિના સુધીની ભીષણ ગરમીએ વીજ માગનો રેકોર્ડ તોડયો

કુલ વપરાશ ૧૬૬ અબજ યુનિટને પાર

 

નવી દિલ્‍હી,તા.૦૨: આ વર્ષે ઉનાળામાં પડેલી ભીષણ ગરમીએ અનેક રેકોર્ડબ્રેક કરી નાંખ્‍યા છે.સતત જુન મહિના સુધી તાપ અનુભવાતા વીજળીની માગમાં નોધપાત્ર વધારો થયો હતો. મે મહિનામાં સતત ચાર દિવસ સુધી ટોચની વીજળીની માંગ રેકોર્ડ સ્‍તરે રહી. તારીખ ૧૮ મેના રોજ તે ૨૫૭.૩૭ ગીગાવોટ, ૧૯ મેના રોજ ૨૬૦.૪૫ ગીગાવોટ, ૨૦ મેના રોજ ૨૬૫.૪૪ ગીગાવોટ અને ૨૧ મેના રોજ ૨૭૦.૮૨ ગીગાવોટ રહી છે. દેશના વીજળી મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, આ ઉનાળામાં વીજળીની માંગ ૨૭૦ ગીગાવોટ સુધી પહોંચવાનો અંદાજ છે. ગયા ઉનાળામાં, જૂનમાં વીજળીની માંગ ૨૪૨.૭૭ ગીગાવોટ હતી, જોકે આ સરકારના ૨૭૭ ગીગાવોટના અંદાજ કરતા ઓછી હતી. નિષ્‍ણાંતો અને હવામાન વિભાગ સૂચવે છે કે, આગામી દિવસોમાં ચોમાસું સમગ્ર દેશને આવરી લેશે, જેના કારણે વીજળીના વપરાશમાં ઘટાડો થઈ શકે છે.

જૂન મહિનામાં દેશમાં વીજળીનો વપરાશ ૧૧.૬૨ ટકા વધીને ૧૬૬.૪૬ અબજ યુનિટ થયો, જેનું મુખ્‍ય કારણ તીવ્ર ગરમી અને ચોમાસામાં સતત અને સખત રીતે થઈ રહેલો વિલંબ હતો. ગરમી અને ચોમાસામાં વિલંબને કારણે એર કન્‍ડીશનર જેવા ઠંડકના ડીવાઈસ વધારે પડતી વીજળીનો ઉપયોગ કરતા હોવાના કારણે વીજળીના વપરાશમાં વધારો થયો હતો. આ માહિતી સત્તાવાર વીજ મંત્રાલય તરકફથી એક ડેટારિપોર્ટ દ્વારા જાહેર કરવામાં આવી છે. દેશમાં કુલ વીજળીનો વપરાશ ગયા વર્ષના જૂનમાં ૧૪૯.૧૩ અબજ યુનિટ હતો.નિષ્‍ણાંતો જણાવે છે કે જૂન મહિનામાં ચોમાસાની ધીમી ગતિને કારણે ગરમીનું મોજું લંબાયું હતું. સામાન્‍ય રીતે જૂન મહિનો શરૂ થતા પહેલા કે બીજા અઠવાડિયા સુધીમાં ચોમાસું સક્રિય થઈ જાય છે. આ વખતે જૂન મહિનો આખો પૂરો થઈ ગયો હોવા છતાં વરસાદની કોઈ સિસ્‍ટમ સંપૂર્ણ રીતે સક્રિય થઈ નથી.

આના કારણે એર કન્‍ડીશનર અને ડેઝર્ટ કુલર જેવા ઠંડક આપતા ડિવાઈસનો ઉપયોગ વધ્‍યો છે, જેના કારણે વીજળીની માંગ અને વપરાશમાં વધારો થયો. અપેક્ષા છે કે જુલાઈમાં વીજળીની માંગ સ્‍થિર રહેશે, કારણ કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ વરસાદમાં થોડી ખાધની આગાહી કરી છે. મે ૨૦૨૬ માં વીજળીની ટોચની માંગ ૨૭૦.૮૨ ઞ્‍ષ્‍ ની સર્વકાલીન ઉચ્‍ચતમ સપાટીએ પહોંચી ગઈ હતી, જે ૨૦૨૫ માં સમાન મહિના દરમિયાન ૨૩૦.૯૯ GW હતી. આગામી દિવસોમાં જો વરસાદ વ્‍યવસ્‍થિત પડશે તો આ વીજ માગમાં ઘટાડો થશે. એ પછી ગરમીનો ફરી કોઈ રાઉન્‍ડ શરૂ થશે કે તાપ પડશે તો ફરી વીજ માગ વધે એવી પૂરી શક્‍યતા છે.

(10:26 AM IST)