તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
તમામ નાની બચત યોજનાઓના વ્યાજ દરો યથાવત
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બીજા ક્વાર્ટર માટે વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ક્વાર્ટર જેટલા જ યથાવત રહેશે

નવી દિલ્હી,તા.૦૧ફ સરકારે જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૬ ક્વાર્ટર (નાણાકીય વર્ષ ૨૦૨૭ના બીજા ક્વાર્ટર) માટે તમામ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરોની જાહેરાત કરી દીધી છે. સરકારે કોઈપણ યોજનાના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. તમામ સ્મોલ સેવિગ સ્કીમ પર પહેલા જેટલું જ વ્યાજ મળતું રહેશે. આ વ્યાજ દરો એપ્રિલ-જૂન ૨૦૨૬ના ક્વાર્ટર જેટલા જ સમાન રહેશે.નાણા મંત્રાલયે શું કહ્યું?
નાણા મંત્રાલયના ઈકોનોમિક ડિપાર્ટમેન્ટે મંગળવારે જાહેર કરેલા એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના બીજા ક્વાર્ટર માટે વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ક્વાર્ટર જેટલા જ યથાવત રહેશે. આ નિર્ણયનો અર્થ એ છે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સીનિયર સિટીઝન સેવિગ સ્કીમ (SCSS), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ (NSC) અને પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (POMIS) જેવી લોકપ્રિય સરકારી બચત યોજનાઓમાં રોકાણ કરનારા રોકાણકારોને સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન સમાન રિટર્ન મળતું રહેશે.
સીનિયર સિટીઝન સેવિગ સ્કીમ (SCSS) અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) જેવી મુખ્ય નાની બચત યોજનાઓમાં વાર્ષિક ૮.૨ ટકા નું સૌથી વધુ વ્યાજ મળશે.
નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ (NSC) પર ૭.૭ ટકા નો વ્યાજ દર મળી રહ્યો છે.
જ્યારે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર વાર્ષિક ૭.૧ ટકા નો વ્યાજ દર યથાવત રાખવામાં આવ્યો છે.
પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (MIS) પર ૭.૪ ટકા નો વ્યાજ દર ચાલુ રહેશે.
કિસાન વિકાસ પત્ર (KVP) પર ૭.૫ ટકા નો વ્યાજ દર છે અને આ રોકાણ ૧૧૫ મહિનામાં મેચ્યોર થશે.
પોસ્ટ ઓફિસની ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરો પણ યથાવત્ રખાયા છે. ૧ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર ૬.૯ ટકા, ૨ વર્ષની એફડી પર ૭ ટકા, ૩ વર્ષની ટાઈમ ડિપોઝિટ પર ૭.૧ ટકા અને ૫ વર્ષની ટાઈમ ડિપોઝિટ પર ૭.૫ ટકા વ્યાજ મળે છે. ૫ વર્ષની પોસ્ટ ઓફિસ રિકરિગ ડિપોઝિટ (RD) પર ૬.૭ ટકા વ્યાજ મળવાનું ચાલુ રહેશે.
જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૬ માટે લઘુ બચત યોજનાના વ્યાજ દર
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) ૭.૧ ટકા
સીનિયર સિટીઝન સેવિગ સ્કીમ (SCSS) ૮.૨ ટકા
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) ૮.૨ ટકા
નેશનલ સેવિગ્સ સર્ટિફિકેટ (NSC) ૭.૭ ટકા
પોસ્ટ ઓફિસ મંથલી ઈનકમ સ્કીમ (MIS) ૭.૪ ટકા
કિસાન વિકાસ પત્ર (KVP) ૭.૫ ટકા
૧ વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ ૬.૯ ટકા
૨ વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ ૭.૦ ટકા
૩ વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ ૭.૧ ટકા
૫ વર્ષની પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ ૭.૫ ટકા
૫ વર્ષની પોસ્ટ ઓફિસ રિકરિગ ડિપોઝિટ (RD) ૬.૭ ટકા
આજે પણ મોટાભાગના ભારતીયો પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. કારણ કે આ એક એવો રોકાણ વિકલ્પ છે જે જોખમ વિના ગેરંટીડ રિટર્ન આપે છે અને શેરબજારની અસ્થિરતાથી દૂર રાખે છે. આ યોજનાઓ ભારત સરકાર દ્વારા સમર્થિત છે, આથી જ આ યોજનાઓને સૌથી સુરક્ષિત નિશ્ચિત આવકના રોકાણ વિકલ્પોમાં ગણવામાં આવે છે. આમાંની ઘણી યોજનાઓ આવકવેરા અધિનિયમ (Income Tax Act) હેઠળ ટેક્સ બેનિફિટ પણ પ્રદાન કરે છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
