હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોંગ્રેસમાં આંતરિક વિખવાદ: મનીષ તિવારીનો પક્ષમાંથી 'રાજકીય વનવાસ'? : G-23 બાદ હવે પંજાબ ચૂંટણીની સમિતિઓમાંથી પણ પત્તું કપાયું
હાઇકમાન્ડ સામે બગાવતની કિંમત ચૂકવતા પૂર્વ કેન્દ્રીય મંત્રી: પીએમ મોદી સાથેની મુલાકાત અને કેપ્ટન અમરિંદર સિંહના સમર્થન બાદ ગાંધી પરિવારે પક્ષમાં સાઇડલાઇન કર્યા હોવાની જોરદાર ચર્ચા

ચંદીગઢ: રાજકારણમાં જ્યારે પોતાના જ પક્ષમાં અસુરક્ષાની ભાવના ઘર કરી જાય, ત્યારે વરિષ્ઠ નેતાઓ પણ કેવી રીતે હાંસિયામાં ધકેલાઈ જાય છે તેનું જીવંત ઉદાહરણ મનીષ તિવારીના રૂપમાં સામે આવ્યું છે. પંજાબ વિધાનસભા ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસે પોતાની તમામ મુખ્ય ચૂંટણી સમિતિઓની જાહેરાત કરી દીધી છે, પરંતુ આશ્ચર્યજનક રીતે પંજાબના રાજકારણનો મોટો ચહેરો અને ચંદીગઢના સાંસદ મનીષ તિવારીનું નામ આ યાદીમાંથી સંપૂર્ણપણે ગાયબ છે. તેમને પ્રચાર, મેનિફેસ્ટો અને ચૂંટણી વ્યવસ્થાપન જેવી એકપણ મહત્વની સમિતિમાં સ્થાન ન મળતા રાજકીય ગરમાવો આવી ગયો છે. આ કડવી વાસ્તવિકતા સામે આવતા જ તિવારીએ સોશિયલ મીડિયા પર 'અસુરક્ષાનો કોઈ ઈલાજ નથી' એવો મર્મભેદક ટોણો મારીને કોંગ્રેસ હાઇકમાન્ડ સામે સીધો મોરચો ખોલી દીધો છે.
મનીષ તિવારી અને કોંગ્રેસ નેતૃત્વ વચ્ચે વધતા અંતરની કહાની જૂની છે, જેની શરૂઆત પક્ષમાં વ્યાપક સુધારાની માંગ કરનારા વરિષ્ઠ નેતાઓના 'G-23' જૂથથી થઈ હતી. સોનિયા ગાંધીને પત્ર લખીને પક્ષના માળખાને મજબૂત કરવાની સલાહ આપવી હાઇકમાન્ડને બગાવત સમાન લાગી હતી. ત્યારથી જ તિવારી પક્ષની ગુડ બુકમાંથી બહાર ફેંકાઈ ગયા હતા. તાજેતરમાં કેન્દ્ર સરકારના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળના ભાગરૂપે વિદેશ પ્રવાસે ગયેલા તિવારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી તે તસવીરોએ કોંગ્રેસ હાઈકમાન્ડને વધુ નારાજ કર્યું. રાષ્ટ્રીય હિતને પક્ષીય રાજકારણથી ઉપર ગણાવવાની સજા તેમને એ રીતે મળી કે લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં તેમને બોલવાની તક પણ ન આપવામાં આવી.
તિવારીને પક્ષમાં ઓઝત કરવાના સંકેતો ઘણા સમયથી મળી રહ્યા હતા, જેમાં ૨૦૨૩થી એઆઈસીસી મુખ્યાલયમાં કોઈ મોટી પ્રેસ કોન્ફરન્સ ન સોંપવી અને ભૂતકાળમાં રાયપુરના કાર્યક્રમ દરમિયાન તેમની ઉપેક્ષા થવી સામેલ છે. પંજાબમાં લાંબો રાજકીય અનુભવ ધરાવતા અને કેપ્ટન અમરિંદર સિંહને સીએમ પદેથી હટાવવાના નિર્ણયની ખુલ્લેઆમ ટીકા કરનાર તિવારી જેવા મજબૂત હિન્દુ ચહેરાને ભૂપેશ બઘેલની દેખરેખ હેઠળ બનેલી પંજાબની નવી ટીમમાં કોઈ સ્થાન મળ્યું નથી. પક્ષ ભલે તેઓ ચંદીગઢના સાંસદ હોવાની દલીલ કરતું હોય, પણ રાજકીય પંડિતો માને છે કે કોંગ્રેસે જાણીજોઈને તિવારીને 'રાજકીય દેશનિકાલ' તરફ ધકેલી દીધા છે, જે આગામી ચૂંટણીમાં પક્ષને ભારે પડી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
