તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 18th September 2026
ટીએમસીમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ: મમતા બેનર્જીની નજીક ગણાતી સાયોની ઘોષની રહસ્યમય કવિતાથી બંગાળના રાજકારણમાં ભારે ભૂકંપ
"તુ ઇધર ઉધર કી ન બાત કર..." વાળી સોશિયલ મીડિયા પોસ્ટથી અટકળોનું બજાર ગરમ, ચૂંટણી પંચના વચગાળાના આદેશ બાદ બળવાખોર જૂથ અને મમતા કેમ્પ આમને-સામને

નવી દિલ્હી, તા.18: પશ્ચિમ બંગાળના શાસક પક્ષ તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) માં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે ખુલીને બહાર આવી રહ્યો છે. પાર્ટીમાં બે ફાંટા પડી ગયા છે અને હલચલ તેજ બની છે. આ દરમિયાન મમતા બેનર્જીની અત્યંત નજીકની ગણાતી સાંસદ અને નેતા સાયોની ઘોષની એક રહસ્યમય સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય ગલીઓમાં ભારે હલચલ મચાવી દીધી છે.
સાયોની ઘોષે સોશિયલ મીડિયા પર પ્રખ્યાત શેર લખ્યો છે કે, 'તુ ઇધર ઉધર કી ન બાત કર, યે બતા કી કાફિલા ક્યોં લૂટા...' જોકે, તેમણે પોતાની આ પોસ્ટમાં પ્રત્યક્ષ રીતે કોઈ પક્ષ કે નેતાનું નામ નથી લીધું, પરંતુ રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે આ કટાક્ષ સીધો મમતા બેનર્જી જૂથ તરફ જ છે. ખાસ વાત એ છે કે સાયોની ઘોષ અગાઉ અલગ થયા છતાં ક્યારેય જાહેરમાં મમતા વિરુદ્ધ બોલવાથી બચતી રહી છે, પરંતુ ચૂંટણી પંચના આદેશ બાદ આ પ્રકારની ટાઈમિંગ વાળી પોસ્ટથી અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.
ચૂંટણી પંચે તાજેતરમાં આપેલા વચગાળાના આદેશ મુજબ, જ્યાં સુધી અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી બંનેમાંથી કોઈ પણ જૂથ 'ટીએમસી' નામ કે 'જોડા ફૂલ' ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરી શકશે નહીં. આ નિર્ણય આગામી નંદીગ્રામ અને રેજીનગરની પેટાચૂંટણીઓ પહેલા આવ્યો છે. ટીએમસીના લોકસભા સાંસદ કલ્યાણ બેનર્જીએ આ આદેશને કાયદા વિરુદ્ધ ગણાવીને ફગાવ્યો છે, જ્યારે બળવાખોર ધારાસભ્ય અખરુજ્જમા અંસારીએ પંચના આ નિર્ણયનું સ્વાગત કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે અંતિમ ચુકાદો તેમની તરફેણમાં આવશે.
બંગાળના આ અત્યંત રોમાંચક રાજકીય ઘટનાક્રમે આગામી ચૂંટણીઓને વધુ રસપ્રદ બનાવી દીધી છે.
(4:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
