<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

યુપી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ગંભીર: પ્રદેશ પ્રમુખ અજય રાય અને પ્રભારી રાજેન્દ્ર પાલ ગૌતમ વચ્ચે મતભેદ ઉગ્ર બન્યા

મિશન ૨૦૨૭ પહેલા પક્ષમાં વિવાદ: સહારનપુર મુદ્દે અજય રાયની અટકાયત વચ્ચે દિલ્હી હાઈકમાન્ડ હસ્તક્ષેપ કરે તેવી શક્યતા

 લખનૌ :  ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે કોંગ્રેસ પક્ષમાં ભારે આંતરિક ખેંચતાણ અને વિખવાદ સપાટી પર આવ્યો છે. યુપી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અજય રાય અને રાજ્યના નવનિયુક્ત પ્રભારી રાજેન્દ્ર પાલ ગૌતમ વચ્ચે વિભિન્ન રાજકીય મુદ્દાઓ અને સંગઠનાત્મક નિર્ણયોને લઈને ગંભીર મતભેદો સર્જાયા છે. એક તરફ અજય રાય સહારનપુર કલેક્ટર કચેરીમાં સ્થિત ઐતિહાસિક મસ્જિદ તોડી પાડવાના મુદ્દે વિરોધ પ્રદર્શન કરી લખનૌમાં પોલીસ અટકાયત વહોરી રહ્યા છે, તો બીજી તરફ પક્ષના બે મોવડીઓ વચ્ચેની આ લડાઈથી ઉત્તર પ્રદેશના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.

સમાજવાદી પાર્ટી (SP) સાથે બેઠકોની વહેંચણી (સીટ શાનિંગ) તેમજ સંગઠનના આંતરિક નિર્ણયોને લઈને બંને નેતાઓ વચ્ચે તીવ્ર મતભેદ હોવાનું સામે આવ્યું છે. હવે સૌની નજર દિલ્હી સ્થિત કોંગ્રેસ હાઈકમાન્ડ અને રાહુલ ગાંધી તરફ મંડાયેલી છે કે તેઓ આ વિવાદ ઉકેલવા શું પગલાં લે છે.


અંતર અને વાકયુદ્ધ: યુપી કોંગ્રેસના પ્રદેશ પ્રદેશ એકમમાં અજય રાયને સ્થાનિક સ્તરે મોટું સમર્થન પ્રાપ્ત છે, જ્યારે રાજેન્દ્ર પાલ ગૌતમ હાઈકમાન્ડના પ્રતિનિધિ તરીકે નિર્ણય લેવાની સત્તા ધરાવે છે. બંને નેતાઓના તાજેતરના નિવેદનો અને વલણ પરથી સાબિત થાય છે કે સંગઠનાત્મક બાબતોમાં તેઓ એકબીજાના વિરોધી વલણ પર ચાલી રહ્યા છે.

હાઈકમાન્ડ સામે પડકાર: ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ જ બાકી છે ત્યારે પ્રદેશ પ્રમુખ અને પ્રભારી વચ્ચેનો આ વિવાદ પક્ષના પ્રદર્શનને નુકસાન પહોંચાડી શકે છે. આ સ્થિતિમાં દિલ્હી હાઈકમાન્ડ ટૂંક સમયમાં બંને નેતાઓને સમન્સ પાઠવી વિવાદ શાંત પાડવા મધ્યસ્થી કરે તેવી શક્યતા છે.

કોણ છે અજય રાય?: વારાણસીના વતની અજય રાય ઉત્તર પ્રદેશના અત્યંત પ્રભાવશાળી નેતા ગણાય છે. તેઓ યુપી વિધાનસભામાં ૫ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. અગાઉ ભાજપ અને સમાજવાદી પાર્ટીમાં રહ્યા બાદ તેઓ ૨૦૧૨થી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં સક્રિય છે. વારાણસી લોકસભા બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા બાદ તેઓ રાષ્ટ્રીય સ્તરે વધુ ચર્ચામાં આવ્યા હતા.

(8:12 PM IST)