તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
ડ્રગ્સના કાળા નાણાં ક્રિપ્ટોકરન્સીમાં ફેરવવાનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ : સુરત, ભાવનગર, મુંબઈ સહિત ૧૧ સ્થળોએ ઈડીના દરોડા
તપાસમાં રોકડ રકમ વિદેશી ચલણમાં ફેરવવા, ક્રિપ્ટોકરન્સી મારફતે વ્યવહારો કરવા અને કાયદેસરના ધંધામાં રોકાણ કરવાના સંકેતો મળ્યા

મુંબઈ: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સિન્ડિકેટ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઈડીની મુંબઈ ઝોનલ કચેરીએ ૨૮ ઓક્ટોબરે સુરત, ભાવનગર, મુંબઈ અને નવી મુંબઈમાં કુલ ૧૧ સ્થળોએ દરોડા પાડ્યા હતા. નવીન ચિચકર અને ધીરજ ચિચકર સાથે સંકળાયેલા ડ્રગ્સ નેટવર્ક મારફતે કમાયેલા કાળા નાણાંને કાયદેસરની આવક તરીકે દર્શાવવાના કૌભાંડની તપાસ ચાલી રહી છે. તપાસમાં રોકડ રકમ વિદેશી ચલણમાં ફેરવવા, ક્રિપ્ટોકરન્સી મારફતે વ્યવહારો કરવા અને કાયદેસરના ધંધામાં રોકાણ કરવાના સંકેતો મળ્યા છે. દરોડા દરમિયાન મોબાઇલ, લેપટોપ, હિસાબી ચોપડા તથા રોકાણ સંબંધિત દસ્તાવેજો જપ્ત કરાયા છે. ક્રિપ્ટો વોલેટ અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોની વધુ તપાસ ચાલુ છે.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
