તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
ઈન્ટરનેશનલ ટૂર બુકિંગમાં આ વર્ષે ૩૫થી ૪૦%નો ઘટાડો
વોર સાઈડ ઈફેક્ટઃ દિવાળી વેકેશનમાં વિદેશ પ્રવાસનો ક્રેઝ ઘટયો, લોકો ડોમેસ્ટિક ડેસ્ટિનેશન તરફ વળ્યાં : મોંઘી એર ટિકિટ અને વધતા પ્રવાસન ખર્ચની અસરઃ વિદેશને બદલે સ્પીતિ વેલી, મેઘાલય, કાશ્મીર અને કેરળ જેવા સ્થળો તરફ પ્રવાસીઓનો ઝોક

મુંબઈ,તા.૦૨: દિવાળી વેકેશનમાં પરિવાર સાથે ફરવા જવાનું આયોજન કરતા પ્રવાસીઓના બજેટ પર મોંથવારી અને વિમાન ભાડામાં વધારાની અસર જોવા મળી રહી છે. આ વર્ષે ગત વર્ષની સરખામણીએ દિવાળી વેકેશન દરમિયાન ઇન્ટરનેશનલ ટૂર પેકેજના બુકિગમાં અંદાજે ૩૫થી ૪૦%નો ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક સ્તરે યુદ્ધની અનિヘતિ પરિસ્થિતિ, પ્રવાસ ખર્ચમાં વધારો અને ફલાઈટના ભાડામાં વધથટને કારણે પ્રવાસીઓ વિદેશ પ્રવાસનું આયોજન કરતાં પહેલાં બે વાર વિચારવા લાગ્યા છે. બીજી તરફ, ભારતનાં વિવિધ પ્રવાસન સ્થળો તરફ પ્રવાસીઓનો ઝોક વધી રહ્યો છે. વૈશ્વિક સ્તરે પ્રવર્તતી યુદ્ધની પરિરિસ્થતિ અને હવાઈ પરિવહન પર તેની સંભવિત અસરને કારણે કેટલાક પ્રવાસીઓ વિદેશ પવાસનું આયોજન મુલતવી રાખવાનું પસંદ કરી રહ્યાં છે.
ફલાઈટના રૂટમાં ફેરફાર, વિલંબ અથવા રદ થવાની શક્યતા અને પ્રવાસ દરમિયાન ઊભી થઈ શકે તેવી અનિヘતિતા પણ તેમના નિર્ણયને અસર કરી રહી છે. પરિણામે અગાઉથી વિદેશ પ્રવાસનું આયોજન કરતા કેટલાંક પ્રવાસીઓ હવે પરિસ્થિતિ સ્પષ્ટ થાય તેની રાહ જોઈ રહ્યાં છે.
ગત વર્ષોની તુલનામાં ટૂર્સ પેકેજ માટેની ઈન્કવાયરી ૭૦% ઘટી!
ફેબ્રુઆરીથી વોર ચાલુ થઈ હતી. તે બાદ મે મહિના સુધી પરિસ્થિતિ સારી હતી. પરંતુ પછીથી વોરની ખરી અસર ટુરિઝમ પર જોવા મળી હતી. અમને આશા હતી કે, દિવાળીમાં સ્થિતિ સુધરશે પરંતુ ગત વર્ષની તુલનામાં બુકિગ ૫૦% જેટલું ઓછું છે. કસ્ટમરે અગાઉ કરાવેલા બુકિગ પણ કેન્સલ કરાવ્યા છે. શ્રીલંકા અને ભુતાનના પણ ખુબ સારા બુકિગ મળતા હતા પરંતુ આ વર્ષે તેના બુકિગમાં પણ ધરખમ ઘટાડો છે. નેપાલમાં પુરની સ્થિતિને કારણે તેનું તો ઝીરો બુકિગ છે. દિવાળી પછી પણ આ સ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થાય તવું લાગતું નથી. ગત વર્ષોની તુલનામાં ટુર્સ પેકેજની ઈન્કવાયરીનો ફલો આ વર્ષે ૭૦% ઘટી વળી, ગત વર્ષે સિગાપોર, વિયેતનામ અને દુબઈના ૨૧૨ કસ્ટમર હતા. આ વર્ષે ૩૬ જ છે, તેવું સુનિલભાઈ સોનીએ જણાવ્યું હતું.
મોંઘી એર ટિકિટે પ્રવાસનું
બજેટ ખોરવ્યું
ટુર્સ અને ટ્રાવેલ્સ ક્ષેત્રે હું હું ૧૪ વર્ષથી છું. અમારી દુબઈ અને ન્યુઝીલેન્ડમાં પણ ઓફિસ છે. દર વર્ષે દુબઈ માટે અમારી પાસે ૧૦૦થી ૧૫૦ લોકોનું બુકિગ થતું હતું. આ વર્ષે ૮ જ લોકોનું બુકિગ છે. તે સાથે જ સિગાપોર, થાઈલેન્ડ અને વિયેતનામ જેવાં લોકપ્રિય આંતરરાષ્ટ્રીય સ્થળો માટે બુકિગની માગમાં આ વર્ષે ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે તો દરેક ઘરે એક ગાડી છે. તેથી લોકો ઓનલાઈન બુકિગ કરી જાતે જ આસપાસના સ્થળોએ ફરવા જતાં રહે છે. જેથી શોર્ટ પેકેજીસના બુકિગમાં પણ ૩૦%નો ઘટાડો નોંધાયો છે. - સુનિલભાઈ સોની, વેદાશી ટ્રાવેલ્સ
વિદેશને બદલે દેશનાં પ્રવાસન સ્થળો પસંદ કરતા પ્રવાસીઓ
ઇન્ટરનેશનલ ટુર પેકેજ મોંઘા બનતા પ્રવાસીઓ ભારતના વિવિધ સ્થળો તરફ વળી રહ્યા છે. સ્પીતિ વેલી, મેઘાલય અને ઉત્તર-પૂર્વનાં રાજ્યો જમ્મુ-કાશ્મીર તથા કેરળ જેવા સ્થળો પ્રવાસીઓ માટે વિકલ્પ બની રહ્યા છે. પરિવારના સભ્યોની સંખ્યા, ઉપલબ્ધ રજાઓ અને બજેટને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ સ્થાનિક પ્રવાસનું આયોજન કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આકર્ષક અને ઓછા ખર્ચનાં ટુર પેકેજની જાહેરાતો પ્રવાસીઓને આકર્ષે છે. જોકે, માત્ર ઓછી કિમત જોઈને બુકિગ કરાવવાથી પ્રવાસીઓ છેતરપિડીનો ભોગ બની શકે છે
તહેવારોની સિઝનમાં ભારતમાં પ્રવાસ ઉદ્યોગમાં ૨૫%નો ઉછાળો
ભારતમાં તહેવારો સિઝનમાં એરલાઇન્સના ભાડા અને હોટેલ ટેરિફમાં ૨૫ ટકા કે તેથી વધુનો વધારો નોંધાય છે. તેની સરખામણીએ આતરરાષ્ટ્રીય સ્તરે હોટેલના દરો આખા વર્ષ દરમિયાન પ્રમાણમાં સ્થિર રહે છે. પ્રવાસન ક્ષેત્રે સૌથી મોટી સમસ્યા વાહનવ્યવહાર અને કનેક્ટિવિટીને લઈને ઊભી થઈ રહી છે. મુખ્ય શહેરોમાં દિવસ દરમિયાન ખાનગી લક્ઝરી બસોના પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી બહારથી આવતા પ્રવાસી સમૂહોને પ્રવાસી સ્થળો સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે. પરિણામે મોટી બસના બદલે અનેક નાના વાહનો કે ટેક્સીઓ રોકવી પડે છે, જેનાથી ટ્રાફિકનું ભારણ વધે છે અને મુસાફરોનો ખર્ચ પણ વધી જાય છે. વળી, પ્રવાસન નીતિઓ માટેની
કમિટીઓમાં વાસ્તવિક સ્ટેકહોલ્ડર્સ, ટૂર ઓપરેટરો, ટ્રાન્સપોર્ટર્સ અને એજન્ટોને સામેલ કરવામાં આવતા નથી. જેના કારણે યોજનાઓ કાગળ પર રહે છે અને જમીની જરૂરિયાતો પૂર્ણ થતી નથી.
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
