તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 11th May 2026
ઈન્ટરનેટ પર હ્યુમન વેરિફિકેશનનો અનુભવ બદલાઈ શકે : ફોનથી QR સ્કેન કરો…અને Google ચેક કરશે કે તમે ખરેખર માણસ છો કે નહીં!
સિસ્ટમમાં QR સ્કેન થતાં જ ફોન Google Play Services સાથે કનેક્ટ થશે અને ત્યારબાદ Google વેબસાઈટને કન્ફર્મ કરશે કે યુઝર રિયલ છે

નવી દિલ્હી :“હું રોબોટ નથી” — આ લાઈન હવે કદાચ જૂની થવા જઈ રહી છે! કારણ કે Google હવે એક નવા QR Code આધારિત CAPTCHA સિસ્ટમની ટેસ્ટિંગ કરી રહ્યું છે, જેનાથી ઈન્ટરનેટ પર હ્યુમન વેરિફિકેશનનો આખો અનુભવ બદલાઈ શકે છે.
અત્યાર સુધી વેબસાઈટ ખોલતી વખતે ઇમેજ પસંદ કરવી, ટ્રાફિક લાઇટ શોધવી કે પઝલ સોલ્વ કરવી પડતી હતી. પરંતુ હવે નવી સિસ્ટમમાં માત્ર એક QR કોડ સ્કેન કરવો પડશે. એટલે કે ફોનથી QR સ્કેન કરો… અને Google ચેક કરશે કે તમે ખરેખર માણસ છો કે નહીં!
આ સિસ્ટમમાં QR સ્કેન થતાં જ તમારો ફોન Google Play Services સાથે કનેક્ટ થશે અને ત્યારબાદ Google વેબસાઈટને કન્ફર્મ કરશે કે યુઝર રિયલ છે. AI અને બોટ્સ ઝડપથી સ્માર્ટ બનતા જતા હોવાથી Google હવે વધુ એડવાન્સ સુરક્ષા તરફ આગળ વધી રહ્યું છે.
પરંતુ આ નવા સિસ્ટમને લઈને પ્રાઈવસી અંગે પણ મોટો વિવાદ શરૂ થયો છે. ઘણા એક્સપર્ટ્સનું કહેવું છે કે આ ટેકનોલોજીથી તમારી વેબ એક્ટિવિટી સીધી તમારા ફોન અથવા Google એકાઉન્ટ સાથે જોડાઈ શકે છે. એટલે કે તમે Chromeમાં લોગિન ન હોવા છતાં પણ તમારી ઓનલાઈન એક્ટિવિટી ટ્રેક થવાની ભીતિ ઉભી થઈ છે.
બીજી મોટી સમસ્યા એ છે કે જૂના Android ફોન અથવા Google Play Services વગરના ડિવાઇસમાં આ સિસ્ટમ કામ નહીં કરે. એટલે આવનારા સમયમાં કેટલીક વેબસાઈટ્સ એવા ફોનમાં ખૂલશે જ નહીં જ્યાં આ QR વેરિફિકેશન શક્ય ન હોય.
રિપોર્ટ મુજબ દુનિયાભરની 50 લાખથી વધુ વેબસાઈટ્સ પહેલેથી Google reCAPTCHA પર આધાર રાખે છે. એટલે જો Google સંપૂર્ણ રીતે આ નવા QR સિસ્ટમ પર શિફ્ટ થશે તો લાખો વેબસાઈટ્સ પર આ નવી વેરિફિકેશન ફરજિયાત બની શકે છે.
ટેક્નોલોજી જેટલી સ્માર્ટ બની રહી છે, એટલા જ નવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે — સુરક્ષા વધુ મહત્વની કે પ્રાઈવસી? હવે આ નવા QR CAPTCHA બાદ ઈન્ટરનેટની દુનિયામાં ચર્ચા વધુ તેજ થવાની છે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
