તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st June 2026
ગુજરાતમાં મહિલાઓમાં ઈન્ટરનેટ, સ્માર્ટ ફોનનો વપરાશ ડબલ
‘NFHS-6'માં ખુલાસોઃ ડિજિટલ ક્રાંતિ કે નેટનું વળગણ? : મોબાઈલ સ્ક્રીનમાં નારી શક્તિ કેદઃ રાજ્યમાં ૬૫.૭ ટકા મહિલા ઇન્ટરનેટ જ્યારે ૫૮.૮ ટકા મોબાઈલ ફોન વાપરે છે : શહેરોમાં આંધળુ અનુકરણ, રિલ્સ, ઓનલાઈન શોપિંગ અને ચેટિંગનો વધતો શોખ, ગામડામાં ડિજિટલ ગ્રાફ હજુ નીચો

મુંબઈ,તા.૧ઉ ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવા ચલાવવામાં આવી રહેલાં વિવિધ સરકારી અભિયાનો વચ્ચે કેન્દ્ર સરકારે જાહેર કરેલાં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના અહેવાલમાં એવા ચોકાવનારાં આંકડા સામે આવ્યાં છેકે, એક તરફ, સરકાર ડિજિટલ સાક્ષરતાના બણગાં ફૂંકી રહી છે ત્યારે બીજી તરફ, વાસ્તવિકતા એછેકે, ગુજરાતમાં મહિલાઓમાં ઈન્ટરનેટ અને સ્માર્ટ ફોનનો વપરાશ હવે માત્ર જરૂરિયાત નહી, પણ એક 'વળગણ' બની ચૂક્યાં છે. રાજ્યમાં મહિલાઓનો ટેકનોલોજી તરફનો ઝુકાવ હવે અગાઉ કરતાં સીધો જ બમણો થયો છે.
બદલાતા ડિજિટલ યુગમાં ગુજરાતની મહિલાઓ સ્માર્ટફોનની સ્ક્રીન પાછળ કલાકો વિતાવી રહી છે. સર્વેના સત્તાવાર ડેટા અનુસાર, રાજ્યની ૬૫.૭ ટકા મહિલાઓ ઈન્ટરનેટના રસ્તે ચડી છે. સોશિયલ મીડિયાની રીલ્સ, ઓનલાઇન શોપિગ અને ચેટિગ પાછળ મહિલાઓનો કિમતી સમય વેડફાઈ રહ્યો હોવાની ચર્ચા વચ્ચે આ આંકડો ચિતાજનકસ્તરે પહોંચ્યો પાસે પોતાના અંગત મોબાઇલ ફોન છે, જેના કારણે ઘરોમાં આંતરિક સંવાદો ઘટ્યા છે અને ડિજિટલ વળગણ વધ્યું છે.
આ સર્વેએ ડિજિટલ ગુજરાતના 'સમાન વિકાસ'ના દાવાઓનો પણ ધજાગરો કયો છે. શહેરી વિસ્તારોમાં ઈન્ટરનેટનો આ આંકડો આંબી રહ્યો છે, જ્યારે તેની સરખામણીમાં ગ્ર વિસ્તારોનો ડિજિટલ ગ્રાફ અત્યંત નીચો અને ચિતાજનક છે. ગામડાની મહિલાઓ આજે પણ પાયાની સુવિધાઓ અને સાચી ડિજિટલ સાક્ષરતાથી વંચિત છે, જ્યારે શહેરોમાં સ્માર્ટફોનનું આંધળું અનુકરણ થઈ રહ્યું છે. ટેકનોલોજીના સદઉપયોગ કરતાં તેનો અતિરેક હવે પરિવારના માળખાને નુકસાન પહોંચાડી રહ્યો છે. સ્માર્ટફોનના આ બમણા થયેલા વપરાશને ડિજિટલ પ્રગતિ ગણવી કે પછી સોશિયલ મીડિયાનું આંધળું વળગણ, તે હવે એક મોટો સવાલ છે. જો આ વળગણ પર કાબૂ નહીં રખાય તો આગામી સમયમાં સામાજિક અને માનસિક સ્વાસ્થ્યની મોટી કટોકટી સર્જઈ શકે છે.
ગુજરાતમાં મહિલાઓમાં ઇન્ટરનેટનો વપરાશ
કુલ ૬૫.૭ ટકા મહિલાઓ ઇન્ટરનેટ વાપરે છે
શહેરોમાં ૮૧.૩ જ્યારે ગામડાઓમાં ૫૪.૩ મહિલાઓ ઈન્ટરનેટ ઉપયોગ કરે છે.
ગત વખત કરતાં ઈન્ટરનેટનો ઉપયોગ કરનારી મહિલાઓની સંખ્યામાં ૩૦ ટકાનો વધારો થયો છે.
ગુજરાતમાં મહિલાઓમાં મોબાઈલ ફોનનો ઉપયોગ
કુલ ૫૮.૮ ટકા મહિલાઓ મોબાઈલ ફોન વાપરે છે
શહેરોમાં ૭૬ ટકા જ્યારે ગામડાઓમાં ૪૬૨ ટકા મહિલાઓ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે
ગત વખતની સરખામણીએ ફોન વાપરનારી મહિલાઓમાં ૧૦ ટકાનો વધારો થયો છે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
