<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

નશીલા 'શીર ખુરમા' અને કાળા જાદુનો ખેલ:યુવાનને ફસાવીને કારમાં વિવિધ સ્થળોએ લઈ જઈ ધર્માંતરણનું દબાણ: નાસિક કેસમાં ખુલાસો

આરોપી દાનિશ શેખનો જટિલ પાસવર્ડ ધરાવતો ફોન SIT એ અનલોક કર્યો: કોર્ટની મંજૂરી બાદ ફોરેન્સિક લેબમાં ફેસ આઈડીથી ખૂલ્યા રહસ્યો: મોબાઈલ ડેટાના વિશ્લેષણથી ધર્માંતરણના મોટા ષડયંત્રનો પર્દાફાશની શકયતા

મહારાષ્ટ્રના નાસિકમાં ટીસીએસ (TCS) સાથે સંકળાયેલા એક કર્મચારીના  ઉત્પીડન અને ધર્માંતરણ મામલે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પોલીસ તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, મુખ્ય આરોપીઓએ અત્યંત સુનિયોજિત રીતે યુવાનને પોતાની જાળમાં ફસાવ્યો હતો. આ ષડયંત્રમાં નશીલા પદાર્થોથી લઈને અંધશ્રદ્ધા સુધીના તમામ હથકડા અપનાવવામાં આવ્યા હોવાનું જણાય છે.

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓએ પહેલા પીડિત યુવાન સાથે ગાઢ મિત્રતા કેળવી તેનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ, તેને નશીલા પદાર્થો ભેળવેલું 'શીર ખુર્મા' ખવડાવવામાં આવતું હતું. આ નશીલા ખોરાકને કારણે યુવાનની માનસિક સ્થિતિ નબળી પડી જતી અને તે આરોપીઓના પ્રભાવમાં આવી જતો હતો. એટલું જ નહીં, યુવાનને માનસિક રીતે પરાસ્ત કરવા માટે કાળો જાદુ અને અંધશ્રદ્ધાનો સહારો પણ લેવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

 

 

પોલીસને શંકા છે કે આ એક મોટા રેકેટનો ભાગ છે. આરોપીઓ યુવાનને કારમાં અલગ-અલગ સ્થળોએ લઈ જતા અને સતત ધર્મ પરિવર્તન માટે દબાણ કરતા હતા. યુવાનની કૌટુંબિક અને માનસિક નબળાઈઓનો લાભ ઉઠાવી તેને લાચાર બનાવવામાં આવ્યો હતો. હાલ એસઆઈટી (SIT) આ કાવતરામાં સામેલ અન્ય શંકાસ્પદોની શોધખોળ કરી રહી છે.

 

 

આ કેસના મુખ્ય આરોપી દાનિશ શેખના મોબાઈલ ફોને તપાસ ટીમને મૂંઝવણમાં મૂકી દીધી હતી. દાનિશે ફોનની દરેક એપ અને ફાઈલ પર અલગ-અલગ જટિલ પાસવર્ડ અને ફેસ આઈડી (Face ID) લોક રાખ્યા હતા. ટેકનિકલ અવરોધો દૂર કરવા માટે એસઆઈટીએ કોર્ટની વિશેષ પરવાનગી મેળવી હતી.

કોર્ટના આદેશ બાદ આરોપીને પ્રાદેશિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેના ફેસ આઈડી દ્વારા ફોન અનલોક કરવામાં આવ્યો છે. હવે ફોરેન્સિક નિષ્ણાતો ફોનમાં રહેલા ડેટા, ચેટ્સ અને કોલ રેકોર્ડ્સનું વિશ્લેષણ કરી રહ્યા છે. પોલીસને આશા છે કે આ ડિજિટલ પુરાવાઓથી ધર્માંતરણના આ મોટા નેટવર્કનો પર્દાફાશ થશે

(1:16 PM IST)