તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 11th June 2026
૩૭૦ રૂપિયાની બિરયાનીનો ‘નશો’ ઉતરી ગયો! ભારે ટ્રોલિંગ બાદ કોમેડિયન પ્રણિત મોરેએ ઇન્સ્ટાગ્રામ કર્યું ડિએક્ટિવેટ
મહિલાઓની સંમતિ નો વેપાર કરનાર યુવકને નોકરીમાંથી હાંકી કઢાયો: શો દરમિયાન અશ્લીલ વાતો પર અટ્ટહાસ્ય રેલાવનારા પ્રણિતે વિવાદ વકરતાં ૩૮ લાખ ફોલોઅર્સ વાળું એકાઉન્ટ બંધ કર્યું

ગુરુગ્રામ: સોશિયલ મીડિયા પર કૂલ દેખાવા અને સસ્તી લોકપ્રિયતા મેળવવાના ચક્કરમાં ક્યારેક લેવાના દેવા પડી જતા હોય છે, અને આવું જ કંઈક પ્રખ્યાત સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણિત મોરે સાથે થયું છે. તાજેતરમાં ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહેલા 'રૂ. ૩૭૦ બિરયાની' વિવાદના કારણે ચારેય તરફથી થૂ-થૂ થતાં આખરે પ્રણિત મોરેએ તેનું ૩૮ લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતું મુખ્ય ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિએક્ટિવેટ કરી દીધું છે. ઇન્ટરનેટ પર લોકો તેના પર એવો ગુસ્સો ઠાલવી રહ્યા છે કે પોતાની ડિજિટલ હાજરી બચાવવા માટે તેને આ મોટું પગલું ભરવાની ફરજ પડી છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત પ્રણિત મોરેના ગુરુગ્રામ ખાતે યોજાયેલા એક લાઈવ કોમેડી શો દરમિયાન થઈ હતી, જ્યાં તે ઓડિયન્સ સાથે વાતચીત (Crowd Work) કરી રહ્યો હતો. આ દરમિયાન હિમાંશુ જાંગડા નામના ૨૩ વર્ષના એક વેબ ડેવલપર યુવકે માઈક પર ગર્વથી કિસ્સો સંભળાવતા કહ્યું કે, તે એક છોકરી સાથે ડેટ પર ગયો હતો જ્યાં તેણે ૩૭૦ રૂપિયાની ચિકન બિરયાની ખવડાવી હતી, તેથી તે આ રૂપિયા 'વસૂલ' કરવા માંગતો હતો. આ યુવકે છોકરીની મરજી વિરુદ્ધ તેને અંધારા પાર્કમાં લઈ જવા અને શારીરિક સંબંધ બાંધવાના પ્રયાસની વાત પણ અત્યંત અભદ્ર રીતે કહી હતી. આ ગંભીર અને વાંધાજનક વાતનો વિરોધ કરવાને બદલે કોમેડિયન પ્રણિત મોરે પોતે સ્ટેજ પર જોરજોરથી હસવા લાગ્યો હતો અને આ ક્લિપને સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરી દીધી હતી.
આ વીડિયો સામે આવતા જ ઇન્ટરનેટ પર ભયાનક આક્રોશ ફાટી નીકળ્યો હતો. કુશા કપિલા, એલ્વિશ યાદવ અને દિશા પટણીની બહેન ખુશબૂ પટણી સહિતના અનેક સેલિબ્રિટીઓએ પ્રણિત અને તે યુવકની જોરદાર ઝાટકણી કાઢી હતી. લોકોએ સવાલ ઉઠાવ્યો કે શું કોઈ મહિલાની સંમતિ ની કિંમત ૩૭૦ રૂપિયાની બિરયાની જેટલી જ છે? ભારે હોબાળા બાદ ગુરુગ્રામની જે કંપનીમાં હિમાંશુ કામ કરતો હતો, તે કંપનીના માલિકે તાત્કાલિક અસરથી તેને નોકરીમાંથી કાઢી મૂક્યો છે. પ્રણિત મોરેએ પણ લેખિતમાં માફી માંગીને સ્વીકાર્યું છે કે હસીને આગળ વધી જવું એ તેની મોટી ભૂલ હતી, પરંતુ ગુસ્સે ભરાયેલા યુઝર્સે તેને એટલો ટ્રોલ કર્યો કે આખરે તેણે ઇન્સ્ટાગ્રામ પરથી ગાયબ થવું પડ્યું.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
