News of Friday, 1st May 2026
પોસ્ટ ઓફિસમાં કરાતા રોકાણ પર પણ હવે આઈટીની બાજનજર રહેશે
ઇન્કમટેક્સના નવા કાયદામાં હવેથી પોસ્ટમાં રોકાણ માટે પાનકાર્ડ જરૂરી : ૧૦ લાખ કરતાં ઓછી રકમનું રોકાણ પોસ્ટમાં કરવા પાનકાર્ડ જરૂરી નહોતું

મુંબઈ,તા.૧: ઇન્કમટેક્સના નવા કાયદામાં હવેથી પોસ્ટ ઓફિસમાં રોકાણ કરનારાઓ પર પણ નજર રાખવામાં આવનાર છે. જેથી પાનકાર્ડ વિના હવેથી પોસ્ટમાં રોકાણ કરી શકાશે નહીં. જ્યારે પહેલા ૧૦ લાખ સુધીની રકમ પોસ્ટમાં રોકવા માટે પાનકાર્ડની જરૂર નહોતી.
મોટાભાગના લોકો ટેક્સ બચાવવા માટે પોસ્ટમાં રોકાણ કરતા હોય છે. કારણ કે પોસ્ટમાં રોકાણ કરવા માટે એટલેને નાણાં જમા કરાવવા માટે સેવિગ્સ એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા બાદ તેમાં નાણાં જમા કરાવી શકાય છે. પરંતુ તેમાં કરવામાં આવતા રોકાણ પર અત્યાર સુધી ઇન્કમટેક્સ દ્વારા વિગતો માંગવામાં આવતી નહોતી. જયારે નવા ઇન્કમટેક્સ કાયદામાં તેમાં સુધારો કરીને હવેથી પોસ્ટમાં કોઈ પણ પ્રકારનું રોકાણ કરવામાં આવે તેમાં ફરજિયાત પાનકાર્ડ હોવો જરૂરી હોવાનો નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે.
જ્યારે રોકાણ કરનારા પાસે પાનકાર્ડ નહીં હોય તેવા કિસ્સામાં તેને આઈટીનું ફોર્મ નંબર ૭૦ આપવાનું રહેશે. ઇન્કમટેક્સમાં કરવામાં આવેલા સુધારા પહેલા લોકો પોસ્ટમાં ટેક્સ બચાવવા માટે મોટાભાગે એનએસસીમાં રોકાણ કરતા હોય છે. જ્યારે હવેથી ૧૨ લાખની મર્યાદા આપી દેવામાં આવી હોવાના કારણે એનએસસીના બદલે પોસ્ટની અન્ય સ્કીમમાં રોકાણ કરનારાઓની સંખ્યા વધી હોવાનું જાણકારો કહી રહ્યા છે. તેમાં પણ દર મહિને બચતી કરીને કરવામાં આવતા રોકાણકારો સૌથી વધુ છે.
ટેક્સ બચાવવા પોસ્ટમાં કરવામાં આવતા રોકાણ પર હવે તવાઇ
૧૦ લાખ સુધીની રકમનું રોકાણ કરવામાં આવે તેવા કિસ્સામાં ઇન્કમટેક્સ વિભાગમાં વિગતો જતી નહોતી. જ્યારે બેંક ઉપરાંત કોઈ પણ વસ્તુની ખરીદી કરવામાં આવે અને તેની કિમત ૫૦ હજારથી વધુ હોય તેવા કિસ્સામાં આઇટી વિભાગને તેની જાણકારી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે પોસ્ટ ઓફિસ તેમાંથી બાકાત રહેતી હતી.
જ્યારે નવા નિયમો હેઠળ પોસ્ટ ઓફિસને પણ હવે આવરી લેવામાં આવતા ટેક્સ બચાવવા માટે જે પણ લોકો પોસ્ટમાં રોકાણ કરતા હોય તેના પર આગામી દિવસોમાં તવાઇ આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
