તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
ચાંદીમાં ફરી લાલચોળ તેજીથી રોકાણકારોમાં ખુશીની લહેર :બે દિવસમાં પ્રતિ કિલો રૂપિયા 15000 ઉછાળો : જુઓ સંપૂર્ણ વીગત
રૂપિયો નબળો પડ્યો અને સ્થાનિક બજારમાં મજબૂત માંગથી સોના ચાંદીના ભાવમાં તીવ્ર વધારો

નવી દિલ્હી :ભારતીય બુલિયન માર્કેટમાં ખાસ કરીને ચાંદીની કિંમતમાં જોરદાર ઉછાળો આવ્યો છે. વિશ્વબજારથી લઈ અમદાવાદ અને દિલ્હી ખાતે સોનાની તુલનામાં ચાંદીમાં ભારે તેજીને લીધે રોકાણકારોને પણ સુખદ આશ્ચર્ય થઈ રહ્યું છે. ચાંદીમાં જે નવેસરથી તેજી જોવા મળી છે તેને પગલે છેલ્લા બે દિવસમાં ભાવ અમદાવાદ ચાંદીની કિંમતમાં પ્રતિ કિલો રૂપિયા 15000 ઉછાળો આવ્યો છે.
વિશ્વ બજારમાં ચાંદીની કિંમત પ્રતિ ઔંસ 85 ડોલરને પાર થયા હતા. દિલ્હી ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 12000 ઉછળી રૂપિયા 2,77,200 થઈ ગયા છે. જ્યારે અમદાવાદ ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 13000 વધી રૂપિયા 2,65,000 થયા છે.

ઐતિહાસિક રીતે રૂપિયાના મૂલ્યમાં ઘટાડો: ભારતીય રૂપિયાનું મૂલ્ય ડોલર સામે 35 પૈસા ઘટીને અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે એટલે કે 95.63 પર પહોંચી ગયો છે. જ્યારે રૂપિયો નબળો પડે છે ત્યારે વિદેશથી સોનાની આયાત વધુ મોંઘી બને છે જેની સીધી અસર આપણા ખિસ્સા પર પડે છે.
વૈશ્વિક તણાવ: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા ભૂ-રાજકીય તણાવની સ્થિતિને લીધે રોકાણકારોમાં સતત ડર અને અનિશ્ચિતતાનો માહોલ જોવા મળે છે. આ સ્થિતિમાં લોકો શેરબજારને બદલે સોનાને સલામત રોકાણ તરીકે જોઈ રહ્યા છે.
HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક સૌમિલ ગાંધીના મતે રૂપિયો નબળો પડ્યો છે અને સ્થાનિક બજારમાં મજબૂત માંગથી સોનામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
(11:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
