<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

છોટી એસઆઈપીના ખાતાની સંખ્‍યામાં સતત વધારોઃ જો કે બંધ થતા ખાતાની સંખ્‍યા પણ વધી

રૂપિયાવાળી છોટી એસઆઇપીમાં રોકાણકારોનો મોહભંગ, મોંઘવારી અને યુદ્ધના ડરથી ૭૧ ટકા ખાતા બંધ થવાના આરે : ૨૦૨૫ના સપ્‍ટેમ્‍બરથી અત્‍યાર સુધીમાં દર મહિને ૨૮ હજાર નવા ખાતા સામે દર મહિને ૨૦ હજાર ખાતા બંધ

નવી દિલ્‍હીઃ સેબી દ્વારા મધ્‍યમવર્ગ માટે શરૂ કરાયેલી ૨૫૦ રૂપિયાની છોટી એસઆઇપી યોજના શરૂઆતમાં હિટ રહ્યા બાદ હવે સંઘર્ષ કરી રહી છે. પヘમિ એશિયામાં યુદ્ધના કારણે વધેલી મોંઘવારીથી લોકોનું બજેટ ખોરવાતા ૭૧ ટકા જેટલો સ્‍ટોપેજ રેશિયો નોંધાયો છે. સરેરાશ ૨૮૦૦૦ નવા ખાતા સામે ૨૦૦૦૦ ખાતા દર મહિને બંધ થઈ રહ્યા છે.

શેરબજારની નિયામક સંસ્‍થા સેબી દ્વારા નાના રોકાણકારોને આકર્ષવા માટે ફેબ્રુઆરી ૨૦૨૫માં માત્ર ૨૫૦ રૂપિયાથી શરૂ કરી શકાય તેવી છોટી એસઆઇપી લોન્‍ચ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજનાને સારો પ્રતિસાદ મળ્‍યો હતો અને એપ્રિલ ૨૦૨૫માં ૧.૯૭ લાખની સરખામણીએ જૂન ૨૦૨૬માં ખાતાની સંખ્‍યા વધીને ૩.૨૨ લાખ થઈ ગઈ હતી. પરંતુ હાલની વૈશ્વિક પરિસ્‍થિતિને કારણે રોકાણકારો માટે તેને ચાલુ રાખવી મુશ્‍કેલ બની રહી છે.

પヘમિ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્‍ચેના તણાવને લીધે ક્રૂડ ઓઈલના ભાવ વધ્‍યા છે. તેના પરિણામે ખાદ્યચીજો સહિતની જીવનજરૂરી વસ્‍તુઓ મોંઘી થઈ છે અને ફુગાવો રિઝર્વ બેન્‍કના લક્ષ્યાંક કરતા ઉપર પહોંચી ગયો છે. મોંઘવારીના મારથી મધ્‍યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે જેના લીધે છોટી એસઆઇપીમાં રોકાણ અટકાવવાના કિસ્‍સા સતત વધી રહ્યા છે. આંકડાઓ મુજબ સપ્‍ટેમ્‍બર ૨૦૨૫થી દર મહિને સરેરાશ ૨૮૦૦૦ નવા ખાતા ખુલે છે પરંતુ તેની સામે ૨૦૦૦૦ ખાતા બંધ પણ થઈ રહ્યા છે. હાલમાં છોટી એસઆઇપીમાં સ્‍ટોપેજ રેશિયો ૭૧ ટકા જેટલો ઊંચો નોંધાયો છે.

સેબીએ મ્‍યુચ્‍યુઅલ ફંડ કંપનીઓને પ્રોત્‍સાહિત કરવા ઓનબોર્ડિગ, કેવાયસી અને પેમેન્‍ટ ગેટવે ચાર્જિસ માટે સબસિડીની પણ જોગવાઈ કરી હતી. પ્રથમ ત્રણ હપ્તા ભરનાર રોકાણકાર માટે આ સબસિડી લાગુ પડતી હતી. આમ છતાં મે મહિનામાં કુલ એસઆઇપી સ્‍કીમોનો સ્‍ટોપેજ રેશિયો ૯૫ ટકા સુધી પહોંચી ગયો હતો જે બજાર માટે ચિતાનો વિષય છે

(10:33 AM IST)