<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

રોકાણકારોની કિસ્મત ચમકી: શેરબજારના આ 3 દિગ્ગજ સ્ટોક્સ બન્યા 'પૈસા છાપવાનું મશીન', માત્ર એક જ વર્ષમાં આપ્યું 200% સુધીનું તોતિંગ વળતર!

ભૂરાજકીય અસ્થિરતા અને યુદ્ધના માહોલ વચ્ચે પણ આ મલ્ટીબેગર શેરોએ રોકાણકારો પર કરી ધનવર્ષા; જાણો કઈ કંપનીઓએ રચ્યો ઈતિહાસ

અમદાવાદ, તા.૦૯: વૈશ્વિક સ્તરે અત્યારે રશિયા-યુક્રેન હોય કે ઈરાન-ઈઝરાયલ-અમેરિકા વચ્ચેનો સંઘર્ષ, યુદ્ધની અસરો અને ક્રૂડ ઓઈલના વધતા ભાવને કારણે શેરબજારમાં ભારે અફરાતફરી જોવા મળી રહી છે. રોકાણકારોમાં ફાળ પડી રહી છે ત્યારે ભારતીય શેરબજારના કેટલાક એવા 'હીરા' છે જેણે આ કપરા સમયમાં પણ રોકાણકારોની સંપત્તિમાં બમણો-ત્રણગણો વધારો કર્યો છે. જો તમે યોગ્ય સમયે યોગ્ય દાવ ખેલ્યો હોત, તો આજે તમે પણ માલામાલ હોત.
અદાણી પાવર લિમિટેડ (Adani Power Ltd): પાવરફુલ પર્ફોર્મન્સ
ગૌતમ અદાણીની આ કંપનીએ રોકાણકારોને કમાણી કરી આપવામાં કોઈ કસર છોડી નથી. વિતેલા સપ્તાહના અંતે આ શેર રૂ. ૨૨૫.૧૫ પર રહ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે છેલ્લા ૬ મહિનામાં આ શેરે ૫૦% ની તેજી બતાવી છે, પરંતુ જો એક વર્ષના ગાળાની વાત કરીએ તો આ શેરે ૧૧૯% જેટલું બમ્પર વળતર આપીને રોકાણકારોના નાણાં બમણાથી પણ વધારી દીધા છે.
એથર એનર્જી લિમિટેડ (Ather Energy Ltd): રોકાણકારો માટે કુબેરનો ખજાનો
ઇલેક્ટ્રિક વ્હીકલ ક્ષેત્રની જાણીતી કંપની એથર એનર્જી ખરા અર્થમાં 'મની મેકિંગ મશીન' સાબિત થઈ છે. ગત શુક્રવારે આ શેર ૯૧૫ રૂપિયા પર બંધ થયો હતો. આ કંપનીએ છેલ્લા એક વર્ષમાં ૨૦૩% જેટલું અધધ વળતર આપ્યું છે. સાદી ભાષામાં કહીએ તો, જો કોઈએ એક વર્ષ પહેલા આ કંપનીમાં ૧ લાખ રૂપિયા રોક્યા હોત, તો આજે તેની કિંમત વધીને ૩ લાખ રૂપિયા થઈ ગઈ હોત!
હિન્દુસ્તાન કોપર લિમિટેડ (Hindustan Copper Ltd): તાંબામાં સોના જેવી ચમક
સરકારી માલિકીની આ કંપનીએ પણ ખાનગી કંપનીઓને ટક્કર આપી છે. શુક્રવારે BSE પર આ શેર રૂ. ૫૬૯.૦૫ પર બંધ રહ્યો હતો. છેલ્લા ૬ મહિનામાં ૬૮% અને છેલ્લા એક વર્ષમાં ૧૭૭% જેટલું શાનદાર વળતર આપીને આ સ્ટોકે સાબિત કરી દીધું છે કે લાંબા ગાળાનું રોકાણ હંમેશા ફાયદાકારક રહે છે.
શેરબજારના નિષ્ણાંતો માને છે કે ભલે અત્યારે વૈશ્વિક સ્તરે તણાવ હોય, પરંતુ જે કંપનીઓના ફંડામેન્ટલ્સ મજબૂત છે તે લાંબે ગાળે રોકાણકારોને આવું જ જબરદસ્ત વળતર આપતી રહેશે. શું તમારા પોર્ટફોલિયોમાં આમાંથી કોઈ મલ્ટીબેગર સ્ટોક છે ખરો?

(6:28 PM IST)