<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

શરૂ થઈ ગયું iPhone 18 પ્રો અને પ્રો મેક્સનું બુકિંગ,

કેટલો છે ભાવ, ક્યાંથી ખરીદશો; જાણો તમામ વિગત

નવી દિલ્હી: Appleના ચાહકોની રાહ આખરે પૂરી થઈ ગઈ છે. કંપનીએ પોતાના સૌથી શક્તિશાળી અને પ્રીમિયમ ફ્લેગશિપ સ્માર્ટફોન iPhone 18 Pro અને iPhone 18 Pro Maxનું પ્રી-બુકિંગ ભારતમાં શરૂ કરી દીધું છે. હવે 18 સપ્ટેમ્બરે થનારા સત્તાવાર વેચાણ પહેલાં જ તમારું યુનિટ રિઝર્વ કરી શકો છો. 18 સપ્ટેમ્બરની સવારે 8:00 વાગ્યાથી આ ધમાકેદાર ફોન સીધો ગ્રાહકોના હાથમાં અને સ્ટોર્સમાં પહોંચવાનું શરૂ થઈ જશે. ભારતને એવા પસંદગીના દેશોમાં સામેલ કરવામાં આવ્યું છે, જ્યાં આ ફોન સૌથી પહેલાં ઉપલબ્ધ થઈ રહ્યો છે.

iPhone 18 Pro અને Pro Maxની બુકિંગ Appleની સત્તાવાર વેબસાઇટ અને Apple Store App દ્વારા કરી શકો છો. આ ઉપરાંત Reliance Digital અને Cromaના ઓનલાઈન પ્લેટફોર્મ્સ અને ફિઝિકલ સ્ટોર્સ પર પણ પ્રી-ઓર્ડર લેવામાં આવી રહ્યા છે. જે ગ્રાહકોએ પ્રી-બુકિંગ કરાવી છે, તેઓ 18 સપ્ટેમ્બરની સવારે 8:00 વાગ્યાથી મુંબઈ સ્થિત Apple BKC અને દિલ્હી સ્થિત Apple Saketના ફ્લેગશિપ સ્ટોર્સ પરથી સીધું પોતાનું ડિવાઇસ લઈ શકે છે અથવા હોમ ડિલિવરી મેળવી શકે છે.

(3:41 PM IST)