તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
આઇપીએલ : લખનઉ સુપર જાયન્ટ્સ ૧૫ થી ૨૦ ટકા હિસ્સો વેચવાની તૈયારીમાં
સંજીવ ગોયન્કાની RPSG ગ્રુપ ટીમનું વેલ્યુએશન રૂા. ૧૯,૩૦૦ કરોડ સુધી મૂકવા ઉત્સુક

નવી દિલ્હી : આઇપીએલીની જાણીતી ફ્રેન્ચાઈઝી લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટીમ માલિક અને ‘RPSG ગ્રુપ'ના ચેરમેન સંજીવ ગોયન્કા લખનઉ સુપર જાયન્ટ્સમાં પોતાનો ૧૫ થી ૨૦ ટકા હિસ્સો (ઈક્વિટી) વેચવા માટે ખરીદદારોની શોધ કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, RPSG ગ્રુપ પોતાની આ IPL ફ્રેન્ચાઈઝીનું કુલ વેલ્યુએશન અંદાજે ઼૧.૫ થી ૨ બિલિયન (એટલે કે આશરે રૂા. ૧૪,૪૭૫ કરોડથી રૂા. ૧૯,૩૦૦ કરોડ) આંકી રહ્યું છે. આ ઊંચા વેલ્યુએશનના આધારે જો ૧૫ થી ૨૦ ટકા હિસ્સો વેચવામાં આવે, તો તે સોદો અંદાજે રૂા. ૨,૧૭૧ કરોડથી રૂા. ૩,૮૬૦ કરોડ વચ્ચે થવાની શકયતા છે. આ રકમનો આખરી આંકડો આખરી વેલ્યુએશન અને વેચવામાં આવનારા હિસ્સાના કદ પર નિર્ભર રહેશે.
આ મલ્ટી-કરોડ ડીલ અને ટ્રાન્ઝેક્શન માટે સલાહકાર (ખ્ફુરુશતંશ્વ) તરીકે વૈશ્વિક ફાઇનાન્સિયલ કંપની ગોલ્ડમેન સૅક્સ સૌથી આગળ હોવાનું જાણવા મળ્યું છે. રમતગમત જગતમાં વધી રહેલા ક્રિકેટ બિઝનેસ અને ખાસ કરીને ત્ભ્ન્ના સતત વધતા આર્થિક મૂલ્યને ધ્યાનમાં રાખીને રોકાણકારો માટે આ એક મોટો અવસર માનવામાં આવી રહ્યો છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
