<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

ઇરાને હોર્મુઝમાં ૨ જહાજો પર કર્યો હુમલોઃ શાંતિ કરાર પર સંકટના વાદળો

આંતરરાષ્‍ટ્રીય બજારોમાં ભારે ફફડાટઃ જહાજોમાં લાગી આગ

નવી દિલ્‍હી, તા.૭: મધ્‍ય પૂર્વમાં પરિસ્‍થિતિ અત્‍યંત સ્‍ફોટક બની છે. ઈરાનના રિવોલ્‍યુશનરી ગાર્ડ્‍સે વન-બાય-વન બે મિસાઈલ છોડીને હોર્મુઝ સ્‍ટ્રેટમાંથી પસાર થતા બે વ્‍યાપારી જહાજોને સીધા નિશાન બનાવ્‍યા છે. આ હાઈ-વોલ્‍ટેજ સૈન્‍ય કાર્યવાહીમાં બંને જહાજોને ભારે નુકસાન પહોંચ્‍યું છે. જોકે, સદ્ભાગ્‍યે તમામ ક્રૂ મેમ્‍બર્સ સુરક્ષિત હોવાના અહેવાલ છે, પરંતુ આ હુમલાએ વૈશ્વિક મહાસત્તાઓની ઊંઘ ઉડાવી દીધી છે.

વિશ્વના કુલ તેલ વેપારનો ત્રીજો ભાગ જ્‍યાંથી પસાર થાય છે તે હોર્મુઝ સ્‍ટ્રેટ હવે વોર-ઝોનમાં ફેરવાઈ ગઈ છે. આ ઘટનાને પગલે અમેરિકા સહિતના પヘમિી દેશો એલર્ટ મોડ પર આવી ગયા છે. આ અચાનક થયેલા હુમલા પાછળ જહાજો કયા દેશના હતા અને તેમનો હેતુ શું હતો તે હજુ રહસ્‍ય છે, પરંતુ આનાથી વૈશ્વિક ઉર્જા પુરવઠો સંપૂર્ણપણે જોખમાઈ ગયો છે.

ઈરાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્‍પષ્ટતા નથી આવી, પરંતુ આંતરરાષ્‍ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવો ભડકે બળે તેવી પ્રબળ સંભાવના છે. જો આ તણાવ વધશે તો માત્ર ગલ્‍ફ દેશો જ નહીં, પરંતુ ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોંઘવારીનો નવો વિસ્‍ફોટ થઈ શકે છે. દરિયાઈ સુરક્ષા એજન્‍સીઓ હાલ હાઈ-એલર્ટ પર છે

(10:52 AM IST)