<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ઉત્તરી ઇરાકમાં અમેરિકા અને ઇઝરાયેલ સમર્થિત આતંકવાદી જૂથોને નિશાન બનાવ્યા :ઈરાનનો દાવો

આ કાર્યવાહી કુર્દિસ્તાન પ્રાંતમાં કરવામાં આવી: IRGCએ દાવો કર્યો કે મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરાયો

ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે તેણે ઉત્તરી ઇરાકમાં અમેરિકા અને ઇઝરાયેલ સમર્થિત આતંકવાદી જૂથોને નિશાન બનાવ્યા છે.

IRGCના હમઝેહ સૈયદ અલ-શુહદા કમાન્ડે કહ્યું કે આ જૂથો મોટી સંખ્યામાં અમેરિકી હથિયારો અને દારૂગોળો ઈરાનમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.ઈરાની સમાચાર એજન્સી ફાર્સ અનુસાર, આ કાર્યવાહી કુર્દિસ્તાન પ્રાંતમાં કરવામાં આવી હતી. IRGCએ દાવો કર્યો કે મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યા છે.

જોકે, આ દાવા પર હજુ સુધી અમેરિકા, ઇઝરાયેલ કે ઇરાક તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.

 

(9:49 PM IST)