તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
હોર્મુઝ બહાર ઈરાન બનાવશે ‘પ્રતિબંધિત વિસ્તાર’: મંજૂરી વગર પ્રવેશનાર જહાજોને સજાની ખુલ્લી ચેતવણી
અમેરિકા સાથે ફરી ભડકેલા સંઘર્ષથી વિશ્વના મહત્ત્વના તેલમાર્ગ ઉપર જોખમ અને ભાવવધારાની ભીતિ

તેહરાન, તા. ૭ : ઈરાનના સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના નવા વડા મોહસેન રેઝાઈએ હોર્મુઝની સામુદ્રધુની બહાર પર્શિયન અખાતના કેટલાક ભાગમાં નવો પ્રતિબંધિત સામુદ્રિક વિસ્તાર જાહેર કરવાની તૈયારી દર્શાવી છે.
ઈરાનના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં પ્રવેશવા ઇચ્છતાં જહાજોએ સત્તાવાર મંજૂરી લેવી પડશે. પરવાનગી વગર પ્રવેશતા કે ઈરાની નિયમોનો ભંગ કરતા જહાજો સામે પગલાં ભરવાની ચેતવણી અપાઈ છે. વિસ્તારની ચોક્કસ સીમા અને અમલની વિગત અલગથી જાહેર થવાની છે.
ઈરાન અને અમેરિકાની સેના વચ્ચે ફરી હુમલા-પ્રતિહુમલા શરૂ થયા બાદ તંગદિલી વધી છે. ઈરાનના ત્રણ તેલવાહક જહાજો ઉપર અમેરિકી કાર્યવાહી અને અમેરિકી લશ્કરી જહાજ ઉપર હુમલાના ઈરાની દાવાએ પરિસ્થિતિ વધુ ગંભીર બનાવી છે. જોકે અમેરિકાએ પોતાના જહાજને નુકસાન પહોંચાડ્યાનો દાવો નકાર્યો છે. હોર્મુઝ માર્ગે દરરોજ આશરે ૯૦ લાખ બેરલ તેલ પસાર થતું હોવાથી કોઈ પણ અવરોધ વિશ્વભરમાં ભાવવધારો સર્જી શકે છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
