તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
અમેરિકાની નાકાબંધીથી ઈરાનને ૪.૮ બિલિયન ડોલરનું નુકસાન
અમેરિકાના નાકાબંધીએ ઈરાનના તેલ નિકાસ નેટવર્કને ભારે નુકસાન પહોંચાડયું: નાકાબંધીથી ઈરાનના તેલ નિકાસ પર ભારે અસર પડી છે, જેના પરિણામે ઈરાનને નોંધપાત્ર નુકસાન થયું છે

નવી દિલ્હી,તા.૨: હોર્મુઝની ખાડી, ઓમાનના અખાત અને આસપાસના દરિયાઈ માર્ગો પર અમેરિકાની નાકાબંધીએ ઈરાનને લકવાગ્રસ્ત કરી દીધું છે. યુએસ નેવીએ ઈરાનના તેલ નિકાસ નેટવર્કને સંપૂર્ણપણે કાપી નાખ્યું છે, જેના કારણે ઈરાની તેલ ચીન જેવા મુખ્ય ખરીદદારો સુધી પહોંચવાનું અશક્ય બન્યું છે. ઈરાનને નોંધપાત્ર નુકસાન થયું છે.
અમેરિકાનો ઉદ્દેશ નાકાબંધી દ્વારા ઈરાનના દરિયાઈ વેપાર અને ઉર્જા નિકાસમાં વિક્ષેપ પાડવાનો હતો, અને તે સફળ થઈ રહ્યું હોય તેવું લાગે છે. એક્સિઓસના અહેવાલ મુજબ, પેન્ટાગોનનો દાવો છે કે અમેરિકાના નાકાબંધીથી ઈરાનને તેલ આવકમાં આશરે ૪.૮ બિલિયન ડોલરનું નોંધપાત્ર નુકસાન થયું છે.
પેન્ટાગોનના યુદ્ધ વિભાગના મૂલ્યાંકન મુજબ, યુએસ અમલીકરણ કામગીરીએ ઈરાનને આશરે ઼૫ બિલિયનની આવકથી વંચિત રાખ્યું છે. પેન્ટાગોનના મુખ્ય પ્રવક્તા સીન પાર્નેલે કાર્યકારી પ્રેસ સચિવ જોએલ વાલ્ડેઝને ટાંકીને જણાવ્યું હતું કે આ કામગીરી તેહરાન પર સતત આર્થિક દબાણ જાળવવા માટે છે.
વાલ્ડેઝે કહ્યું, હોર્મુઝ સ્ટ્રેટમાં યુએસ નાકાબંધી સંપૂર્ણ તાકાતથી કાર્યરત છે અને નિર્ણાયક અસર કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુએસ આતંકવાદને પ્રોત્સાહન આપવાની ઈરાની શાસનની ક્ષમતા પર હુમલો કરી રહ્યું છે.
યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે પણ ઈરાની નેતૃત્વ પર નિશાન સાધ્યું. તેમણે તેહરાનના શાસકોની તુલના ગટર પાઇપમાં રહેતા ઉંદરો સાથે કરી અને કહ્યું કે તેઓ જમીની વાસ્તવિકતાઓથી અજાણ છે. બેસન્ટે દાવો કર્યો કે સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાય હવે તેમની વિરુદ્ધ થઈ ગયો છે. તેમણે કહ્યું કે યુએસનો હોર્મુઝ પર સંપૂર્ણ નિયંત્રણ છે.
ઈરાનની આંતરિક પરિસ્થિતિ અંગે, બેસન્ટે દાવો કર્યો કે યુએસ ડોલરની અછત છે, ખોરાક અને ગેસોલિન રેશનિગ અમલમાં છે. તેમણે કહ્યું કે ઈરાની નેતૃત્વ અંધારામાં છે અને બહારની દુનિયાથી અજાણ છે.
દક્ષિણ આફ્રિકામાં ઈરાની દૂતાવાસે બેસન્ટની ટિપ્પણી પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે. દૂતાવાસે વળતો જવાબ આપ્યો, બધા જાણે છે કે તમે અને તમારા બોસ યુદ્ધ હારી ગયા છો. યુએસ અધિકારીઓને મૂર્ખ ગણાવતા, તેમણે કહ્યું કે તેમના નિવેદનો જીતના નહીં પણ હારના દુઃખમાંથી ઉદ્વવે છે.(૪૦.૧૫)
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
