તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
ઈરાન પર હવે નવા સૈન્ય હુમલા કરવાની કોઈ જરૂર નથી: ચૂંટણીમાં પરાજય બાદ ટ્રમ્પ ટાઢા પડ્યા
જોકે ટ્રમ્પએ કહ્યું-ઈરાનના પરમાણુ કાર્યક્રમને કાયમી ધોરણે રોકવા અને તેને બિન-અસરકારક બનાવવા માટે પ્રયાસો સતત ચાલુ રહેશે

કતરના વડાપ્રધાન સાથેની મહત્વપૂર્ણ મુલાકાત બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપતાં જણાવ્યું છે કે ઈરાન પર હવે નવા સૈન્ય હુમલા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે સૈન્યની દૃષ્ટિએ ઈરાનનો ખેલ એકરીતે ખતમ થઈ ચૂક્યો છે. ઈરાનને મોટા પાયે ડિસેબલ કરી દેવાયું હોવાનું સ્પષ્ટ કરતાં તેમણે ઉમેર્યું કે હાલમાં અમેરિકા યથાસ્થિતિ (સ્ટેટસ ક્વો) જાળવી રાખવાની નીતિ પર આગળ વધી રહ્યું છે. જોકે, ઈરાનના પરમાણુ કાર્યક્રમને કાયમી ધોરણે રોકવા અને તેને બિન-અસરકારક બનાવવા માટે પ્રયાસો સતત ચાલુ રહેશે, જેથી ભવિષ્યમાં પણ એશિયા અને મધ્ય પૂર્વમાં શાંતિ તથા સ્થિરતા જળવાઈ રહે.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
