<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th April 2026

ઈરાને અમેરિકાની મજાક ઉડાવી, જેડી વેન્સ પર અધવચ્ચેથી ભાગી જવાનો મૂક્યો આરોપ

સવારે 3 વાગ્યા સુધી ચાલી વાટાઘાટો પણ પરિણામ શૂન્યL 21 કલાકની મેરેથોન બેઠક બાદ પણ 'ગલ્ફ વોર' પર કોઈ સમજૂતી નહીં

નવી દિલ્‍હીઃ  પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ (Islamabad) ખાતે ગલ્ફ વોરને (Gulf War) શાંત કરવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત અમેરિકા અને ઈરાન વચ્ચેની હાઈ-પ્રોફાઈલ વાટાઘાટો (Negotiations) કોઈ પણ તાર્કિક નિષ્કર્ષ વગર પૂર્ણ થઈ છે. છેલ્લા 3 રાઉન્ડની સતત ચર્ચાઓ બાદ પણ બંને દેશો કોઈ સર્વસંમતિ પર પહોંચી શક્યા નથી, જેના કારણે ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવના ઉકેલ પર અત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું છે.

અમેરિકાના Vice President જેડી વેન્સે એક સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં આ નિષ્ફળતાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, "અમે કોઈ પણ પ્રકારના કરાર (Agreement) વગર પરત ફરી રહ્યા છીએ." આ વાટાઘાટો કેટલી જટિલ હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બંને દેશોના પ્રતિનિધિઓ વચ્ચે સતત 21 કલાક સુધી સામ-સામે બેસીને ગહન ચર્ચા થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મડાગાંઠ ઉકેલવા માટેની આ અંતિમ વાતચીત વહેલી સવારે 3 વાગ્યા સુધી ચાલી હતી, તેમ છતાં પરિણામ શૂન્ય રહ્યું હતું.

ભૌગોલિક રાજનીતિના (Geopolitics) નિષ્ણાતો માને છે કે હોર્મુઝ નદી (Hormuz River) અને તેની આસપાસના જળમાર્ગો પરના નિયંત્રણના મુદ્દે બંને પક્ષો વચ્ચે ગંભીર મતભેદો (Disagreements) છે, જે ઉકેલવા અત્યંત મુશ્કેલ છે. બંને નેતાઓ પોતપોતાની માંગણીઓ પર મક્કમ (Firm) રહેતા આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા વધી છે. આમ, ઇસ્લામાબાદમાં યોજાયેલી આ ત્રિ-દિવસીય બેઠક અનિર્ણિત (Inconclusive) રહેતા હવે ગલ્ફ વોરની સ્થિતિ વધુ સ્ફોટક બની શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં અન્ય કોઈ વૈશ્વિક શક્તિ આ મામલે મધ્યસ્થી (Mediation) કરે છે કે કેમ.

(3:42 PM IST)