<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ઈરાન યુદ્ધની દુબઈ-અબુધાબી પર વ્‍યાપક અસરઃજેબલ અલી બંદરે કન્‍ટેનરોની અવરજવરમાં ૯૦% જેટલો ઘટાડો : હવાઈ મુસાફરોની સંખ્‍યામાં ૨૮%નો કડાકો

દુબઈની ઝાકઝમાળ પાછળ યુદ્ધની વરવી વાસ્‍તવિકતાઃ મોંઘવારીનો માર, વેપાર-ધંધાને ફટકો, દરિયાઈ માલવહનની વ્‍યવસ્‍થા ખોરવાતાં સામાન્‍ય પરિવારોનું જીવન બન્‍યું દુષ્‍કર : ભારતથી દુબઈ કન્‍ટેનર મોકલવાનો ખર્ચ કેટલીક શ્રેણીમાં દસ ગણો થયોઃ ખાદ્યપદાર્થોની મોંઘવારી ૯.૧% અને પરિવહન ખર્ચમાં ૧૯.૩%નો વધારો : વેપાર-રોજગાર અને જીવનનિર્વાહના ખર્ચને લઈને ભારતીયોમાં ચિંતા : પ્રવાસન ઉદ્યોગમાં ધીમે ધીમે સુધારો : મંદિરો અને ધાર્મિક સ્‍થળો ફરી ખૂલ્‍યાં : પ્રવાસન ઉદ્યોગમાં ધીમે ધીમે સુધારો : હોટલો ફરી ભરાવા લાગી

રાજકોટ, તા. ૨૫ : દુનિયાભરના શ્રીમંતો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર ગણાતાં દુબઈ અને અબુધાબી પણ પヘમિ એશિયાના યુદ્ધની આર્થિક અસરોમાંથી બાકાત રહ્યાં નથી. બહારથી ભવ્‍યતા અને ઝાકઝમાળ જોવા મળે છે, પરંતુ વેપાર-ધંધા, રોજગારી, ખાદ્યસામગ્રીના ભાવ, રહેઠાણ, આયાત-નિકાસ અને પ્રવાસન ક્ષેત્રને નોંધપાત્ર અસર પહોંચી છે. તાજેતરમાં દુબઈ-અબુધાબીની મુલાકાત લેનાર મુલાકાતીઓ અને ત્‍યાંના રહેવાસી પાસેથી પ્રાપ્ત વિગતો તથા ત્‍યાંના સત્તાવાર આંકડાઓ આ સ્‍થિતિને ઉજાગર કરે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર યુદ્ધ પહેલાંની અને અત્‍યારની દુબઈની પરિસ્‍થિતિમાં ઘણો તફાવત જોવા મળે છે. સામાન્‍ય નાગરિકો માટે જીવનનિર્વાહનો ખર્ચ વધ્‍યો છે. વેપારીઓને માલ મંગાવવામાં મુશ્‍કેલી પડી રહી છે. કેટલીક ચીજવસ્‍તુઓના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. વેપાર અને રોજગારની અનિヘતિતાને કારણે મધ્‍યમ તથા ઓછી આવક ધરાવતા પરિવારોને પોતાના ખર્ચ ઉપર નિયંત્રણ મૂકવાની ફરજ પડી રહી છે.

જેબલ અલી બંદરના વેપારને અભૂતપૂર્વ ફટકો

મધ્‍યપૂર્વના સૌથી મહત્ત્વપૂર્ણ બંદરો પૈકીના એક ગણાતા દુબઈના જેબલ અલી બંદરની માલવહન પ્રવૃત્તિને ઈરાન યુદ્ધ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયેલા અવરોધોને કારણે જબરો ફટકો પડ્‍યો છે.

બંદર સંચાલક ડીપી વર્લ્‍ડના આંકડા અનુસાર એપ્રિલથી જૂન દરમિયાન કન્‍ટેનરોની અવરજવરમાં ૯૦.૧%નો ઘટાડો થયો હતો. જુલાઈથી સપ્‍ટેમ્‍બર દરમિયાન પણ આ ઘટાડો ૮૯.૪% રહ્યો હતો. આ ત્રણ મહિનામાં માત્ર ૪.૦૩ લાખ પ્રમાણભૂત કન્‍ટેનર એકમોની હેરફેર થઈ હતી.

જોકે બંદર સંપૂર્ણપણે બંધ નથી. બંદર સંચાલકના જણાવ્‍યા પ્રમાણે યુદ્ધ દરમિયાન કુલ છ કલાક માટે જ તેની કામગીરી અટકી હતી. બંદર કાર્યરત હોવા છતાં દરિયાઈ માર્ગે જહાજોની અવરજવર અત્‍યંત ઘટી જવાથી વેપારને વ્‍યાપક નુકસાન થયું છે.

ભારતથી દુબઈ માલ મોકલવાનો ખર્ચ દસ ગણો થયો

ભારતીય નિકાસકારો માટે પણ સ્‍થિતિ ચિતાજનક બની છે. યુદ્ધ પહેલાં ભારતનાં બંદરોથી જેબલ અલી સુધી ૪૦ ફૂટનું કન્‍ટેનર મોકલવાનું ભાડું આશરે ૮૦૦ અમેરિકન ડોલર હતું. જૂન-જુલાઈમાં આ ખર્ચ વધીને ૫,૫૦૦ ડોલર થયો હતો, જ્‍યારે નવેમ્‍બરના અહેવાલો અનુસાર હવે તે આશરે ૮,૦૦૦ ડોલર સુધી પહોંચી ગયો છે.

જહાજોના માર્ગ બદલવા, વીમાનું વધેલું પ્રીમિયમ, ઈંધણના ઊંચા ભાવ, વૈકલ્‍પિક બંદરો ઉપરથી ટ્રકો મારફત માલ પહોંચાડવાની વ્‍યવસ્‍થા અને વધારાના યુદ્ધ જોખમ ચાર્જને કારણે આયાતી વસ્‍તુઓ વધુ મોંઘી બની રહી છે.

ગુજરાતના કંડલા, મુન્‍દ્રા તથા અન્‍ય બંદરો મારફત ખાદ્યસામગ્રી, સિરામિક, કાપડ, મશીનરી અને વિવિધ ચીજવસ્‍તુઓની નિકાસ કરતા વેપારીઓ માટે આ સ્‍થિતિ ખાસ ચિતાજનક છે.

મોંઘવારીએ સામાન્‍ય પરિવારોનું બજેટ ખોરવ્‍યું

દુબઈના સત્તાવાર આંકડાઓ અનુસાર ઓક્‍ટોબર મહિનામાં વાર્ષિક મોંઘવારીનો દર વધીને ૫.૪૮ ટકા થયો છે. ખાદ્યપદાર્થો અને પીણાંની મોંઘવારી ૯.૧ ટકા સુધી પહોંચી છે, જે જાન્‍યુઆરી ૨૦૧૦ પછીનો સૌથી ઊંચો દર હોવાનું આર્થિક વિશ્‍લેષણમાં જણાવાયું છે.

પરિવહન ક્ષેત્રની મોંઘવારી ૧૯.૩૪ ટકા અને ખાનગી વાહનોમાં વપરાતા ઈંધણ તથા લુબ્રિકન્‍ટ્‍સના ભાવમાં ૫૩.૧૯ ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે.

મુલાકાતીના જણાવ્‍યા પ્રમાણે શાકભાજી, ફળો, ખાદ્યસામગ્રી અને અન્‍ય આયાતી વસ્‍તુઓના ભાવમાં નોંધપાત્ર વધઘટ જોવા મળે છે. કેટલીક ભારતીય બનાવટની વસ્‍તુઓના ભાવ પ્રમાણમાં નિયંત્રણમાં છે, પરંતુ અન્‍ય દેશોમાંથી આવતી કેટલીક વસ્‍તુઓ મોંઘી બની છે.

દુબઈમાં વસતા ભારતીય શ્રમિકો અને નાના વેપારીઓની ચિંતા વધી

દુબઈ અને અબુધાબીમાં મોટી સંખ્‍યામાં ભારતીયો વસવાટ કરે છે. ગુજરાતીઓ ઉપરાંત કેરળ, મહારાષ્ટ્ર, રાજસ્‍થાન, પંજાબ અને અન્‍ય રાજ્‍યોના લોકો અહીં વેપાર, નોકરી તથા વિવિધ વ્‍યવસાયો સાથે સંકળાયેલા છે.

મુલાકાતીઓ પાસેથી મળેલી વિગતો મુજબ ઓછી અને મધ્‍યમ આવક ધરાવતા લોકો માટે રહેઠાણ, ભોજન અને પરિવહનનો ખર્ચ ઉપાડવો વધુ મુશ્‍કેલ બની રહ્યો છે. કેટલાક વ્‍યવસાયોમાં ગ્રાહકોની સંખ્‍યા ઘટી છે. યુદ્ધને કારણે સર્જાયેલી અનિヘતિતાએ નોકરીયાત વર્ગની ચિતા પણ વધારી છે.

યુએઈના ૫૪૬ નોકરીદાતા એકમોના અગાઉના એક સર્વેક્ષણમાં દર ચારમાંથી એક નોકરીદાતાએ વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કર્મચારીઓની સંખ્‍યા ઘટાડવાની યોજના દર્શાવી હતી. જોકે ભારતીયો મોટા પાયે દુબઈ છોડી રહ્યા હોવાની કોઈ ચોક્કસ સત્તાવાર પુષ્ટિ મળી નથી. ચર્ચા ખૂબ જ છે.

દુબઈ એરપોર્ટ ઉપર યુદ્ધની વ્‍યાપક અસર : પ્રવાસીઓની સંખ્‍યામાં મોટો ઘટાડો

દુબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના સંચાલકો દ્વારા ૧૭ નવેમ્‍બરે જાહેર કરાયેલી માહિતી પ્રમાણે વર્ષ ૨૦૨૬ના પ્રથમ નવ મહિનામાં ૫ કરોડ ૪ લાખ મુસાફરોએ એરપોર્ટનો ઉપયોગ કર્યો હતો. ગત વર્ષની સરખામણીમાં મુસાફરોની સંખ્‍યામાં ૨૮.૧ ટકાનો ઘટાડો નોંધાયો છે.

વર્ષ ૨૦૨૫માં દુબઈ એરપોર્ટે વિક્રમજનક ૯ કરોડ ૫૨ લાખ મુસાફરોને સેવા આપી હતી.

રસપ્રદ બાબત એ છે કે મુશ્‍કેલ પરિસ્‍થિતિ વચ્‍ચે પણ ભારત દુબઈ એરપોર્ટ માટે સૌથી મોટું વિદેશી મુસાફર બજાર રહ્યું છે. જુલાઈથી સપ્‍ટેમ્‍બરના ત્રણ મહિનામાં ભારત સાથે સંકળાયેલા મુસાફરોની સંખ્‍યા ૨૬ લાખ નોંધાઈ હતી.

પ્રવાસન ઉદ્યોગમાં ધીમે ધીમે સુધારો : હોટલો ફરી ભરાવા લાગી

જાન્‍યુઆરીથી ઓગસ્‍ટ દરમિયાન દુબઈમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની સંખ્‍યા અગાઉના વર્ષના ૧ કરોડ ૨૫ લાખથી ઘટીને ૬૯ લાખ થઈ ગઈ હતી.જોકે છેલ્‍લા કેટલાક સમયથી પ્રવાસન ક્ષેત્રમાં સુધારાના સંકેતો મળી રહ્યા છે. માર્ચ મહિનામાં દુબઈની હોટલોમાં રૂમ ભરાવાનો દર માત્ર ૩૬% હતો, જે નવેમ્‍બરના પ્રથમ સપ્તાહમાં વધીને ૭૦.૭ ટકા થયો છે.

અબુધાબીમાં સપ્‍ટેમ્‍બર દરમિયાન હોટલોના રૂમ ભરાવાનો દર ૭૩.૫% નોંધાયો હતો. આ આંકડાઓ દર્શાવે છે કે યુદ્ધની ગંભીર અસર વચ્‍ચે પણ પ્રવાસન ઉદ્યોગ ફરી બેઠો થવાનો પ્રયાસ કરી રહ્યો છે.

માલસામાન પહોંચાડવા નવા વૈકલ્‍પિક માર્ગો ઊભા કરાયા

યુએઈ દ્વારા દરિયાઈ વેપારની મુશ્‍કેલીઓ દૂર કરવા ફુજૈરાહ ખાતે બે નવા બંદર ટર્મિનલોના વિકાસની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે. આ માટે અઢી અબજ દિરહામના રોકાણની યોજના છે.

માર્ચના પ્રથમ સપ્તાહથી ઓક્‍ટોબરના અંત સુધીમાં પૂર્વ કિનારાનાં બંદરો પરથી માર્ગ અને રેલવે દ્વારા ૧૦ લાખથી વધુ પ્રમાણભૂત કન્‍ટેનર એકમો જેબલ અલી અને સ્‍થાનિક બજારો સુધી પહોંચાડવામાં આવ્‍યા હતા.

હોર્મુઝની સામુદ્રધુનીના અવરોધને ટાળવા ઓમાન, સાઉદી અરેબિયા અને યુએઈના પૂર્વ કિનારાનાં બંદરોનો વૈકલ્‍પિક ઉપયોગ થઈ રહ્યો છે. જોકે આ વ્‍યવસ્‍થા વધુ ખર્ચાળ હોવાથી ગ્રાહકોને પણ તેની અસર ભોગવવી પડી રહી છે.

યુદ્ધ સમયે બંધ કરાયેલાં મંદિરો અને ગુરૂદ્વારા ફરી ખૂલ્‍યાં

મુલાકાતીઓએ ધાર્મિક સ્‍થળો અંગે પણ કેટલીક વિગતો આપી છે. યુદ્ધની શરૂઆતમાં સલામતીનાં કારણોસર દુબઈ અને અબુધાબીનાં કેટલાંક મંદિરો, ગુરુદ્વારા અને ચર્ચમાં જાહેર ધાર્મિક પ્રવૃત્તિઓ હંગામી ધોરણે બંધ કરવામાં આવી હતી. યુકે આヘર્ય એ છે કે તે સમયે અન્‍ય ધાર્મિક સ્‍થળો મોટાભાગના ખુલ્‍લા રહ્યા હતા તેવી વાતો પણ ચર્ચાય છે.

દુબઈનું હિન્‍દુ મંદિર અને ગુરુ નાનક દરબાર ગુરુદ્વારા ૧૧ એપ્રિલથી ફરી શરૂ થયાં હતાં, જ્‍યારે અબુધાબીનું વિશ્વવિખ્‍યાત બીએપીએસ હિન્‍દુ મંદિર ૧૪ એપ્રિલથી શ્રદ્ધાળુઓ માટે ફરી ખુલ્‍લું મુકાયું હતું.

૧૯ એપ્રિલે બીએપીએસ મંદિરમાં એક હજારથી વધુ લોકોની ઉપસ્‍થિતિમાં યુએઈના રાષ્ટ્રધ્‍વજનું આરોહણ કરી એકતા, શાંતિ અને સદભાવનાનો સંદેશ આપવામાં આવ્‍યો હતો.

એકંદરે દુબઈ અને અબુધાબીની પરિસ્‍થિતિમાં યુદ્ધની શરૂઆતના સમયની સરખામણીમાં સુધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં દરિયાઈ વેપાર, મોંઘવારી, રોજગાર અને આયાતી ચીજવસ્‍તુઓના ભાવ અંગેના પડકારો હજુ યથાવત્‌ છે. હોર્મુઝનો દરિયાઈ માર્ગ ફરી સંપૂર્ણપણે સામાન્‍ય બને તે દુબઈના વેપાર અને સમગ્ર ખાડી પ્રદેશની આર્થિક સ્‍થિતિ માટે અત્‍યંત મહત્ત્વપૂર્ણ બની રહેશે.

 

 

દુબઈમાં પ્રવર્તમાન સ્‍થિતિ મુલાકાતીઓની ઉડતી નજરે

જ્જ દુબઈથી પરત ફરેલા લોકોના જણાવ્‍યા અનુસાર દુબઈ અને અબુધાબીમાં શાકભાજીના ભાવમાં અસાધારણ વધારો થયો છે. અગાઉ એકથી બે દિરહામમાં એક કિલો કોબી મળતી હતી, જેનો ભાવ હવે કેટલીક જગ્‍યાએ ૧૫થી ૨૦ દિરહામ સુધી પહોંચી ગયો છે.

જ્જ ચર્ચાતી વિગતો મુજબ અનેક પ્રકારનાં શાકભાજી પ્રતિ કિલો ૨૦થી ૨૫ દિરહામના ભાવે વેચાઈ રહ્યાં છે. એક દિરહામના આશરે ૨૫ ભારતીય રૂપિયા ગણવામાં આવે તો એક કિલો શાકભાજી માટે રૂ. ૫૦૦થી ૬૨૫ જેટલી રકમ ચૂકવવી પડે છે. બટેટા, ડુંગળી અને દૂધના ભાવમાં પણ મોટો વધારો થયો હોવાનું મુલાકાતીઓ જણાવે છે.

જ્જ સામાન્‍ય માણસ માટે શાકભાજી અને દૂધ જેવી રોજિદી જરૂરિયાતની વસ્‍તુઓ ખરીદવી પણ મુશ્‍કેલ બની રહી હોવાનું જાણવા મળે છે.

જ્જ દુબઈથી આવેલા લોકોના જણાવ્‍યા અનુસાર અગાઉ ગુજરાતી દાળ-ભાત સહિતની ભોજનની થાળી આશરે ૧૫ દિરહામમાં મળતી હતી, જેનો ભાવ કેટલીક જગ્‍યાએ વધીને ૫૦ દિરહામ સુધી પહોંચી ગયો છે. ભારતીય ચલણમાં ગણતરી કરવામાં આવે તો અગાઉ આશરે રૂ. ૩૭૫માં મળતા ભોજન માટે હવે રૂ. ૧,૨૫૦ જેટલા ચૂકવવા પડે છે.

જ્જ ચર્ચાતી વિગતો અનુસાર કેટલીક જગ્‍યાએ ગેસની પણ ભારે અછત વર્તાઈ રહી છે. ખાદ્યસામગ્રી અને રસોઈના ખર્ચમાં થયેલા વધારાની અસર નાના ભોજનાલયો તથા સામાન્‍ય નાગરિકો ઉપર પડી રહી હોવાનું જાણવા મળે છે.

જ્જ દુબઈ અને અબુધાબીમાં રોજગારી મેળવવા માટે ભારત સહિત વિવિધ દેશોમાંથી મોટી સંખ્‍યામાં નાના કારીગરો અને શ્રમિકો આવતા હોય છે. પરંતુ યુદ્ધ પછી સર્જાયેલી પરિસ્‍થિતિને કારણે કેટલાક નાના કારીગરો દુબઈ છોડવા લાગ્‍યા હોવાનું ત્‍યાંથી પરત ફરેલા લોકો જણાવે છે.

જ્જ અગાઉ એક રૂમમાં આઠથી દસ કારીગરો સાથે રહેતા હતા. હવે નવા નિયમો મુજબ  એક રૂમમાં પાંચ વ્‍યક્‍તિઓને જ રહેવા દેવાની મર્યાદા મૂકવામાં આવી હોવાનું ચર્ચાય છે. પરિણામે રહેઠાણના ખર્ચનો બોજ પણ વધી રહ્યો છે.

જ્જ મર્યાદિત આવક ધરાવતા નોકરીયાત વર્ગ માટે ભોજન, રહેઠાણ અને અન્‍ય રોજિદા ખર્ચને પહોંચી વળવાનું મુશ્‍કેલ બની રહ્યું છે. જોકે રહેઠાણ અંગેના આ નિયમની વ્‍યાપક અમલવારીની સ્‍વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.

જ્જ દુબઈથી પરત ફરેલા લોકોના જણાવ્‍યા અનુસાર યુદ્ધ બાદ દુબઈ પ્રત્‍યેનું પ્રવાસીઓનું આકર્ષણ અગાઉની સરખામણીએ ઘટ્‍યું હોવાનું જોવા મળે છે. દુબઈના અત્‍યંત જાણીતા અને વૈભવશાળી શેખ ઝાયેદ રોડ ઉપર આવેલી કેટલીક હોટલોમાં પણ પ્રવાસીઓની સંખ્‍યા ખૂબ ઓછી જોવા મળી હોવાનું મુલાકાતીઓ જણાવે છે.

જ્જ દુબઈ એરપોર્ટ ઉપર પણ અગાઉની સરખામણીએ મુસાફરોની અવરજવર ઓછી હોવાનો અનુભવ મુલાકાતીઓને થયો છે. જોકે આ પ્રત્‍યક્ષ અનુભવો ચોક્કસ સ્‍થળ અને સમયના છે. સમગ્ર દુબઈની હોટલોમાં તાજેતરમાં પ્રવાસીઓની સંખ્‍યામાં સુધારો થઈ રહ્યો હોવાનું સત્તાવાર આંકડા દર્શાવે છે.

જ્જ ચર્ચાતી વિગતો મુજબ યુદ્ધ પહેલાં ભારતમાંથી દુબઈ એક કન્‍ટેનર મોકલવા માટે કેટલાક વેપારીઓને આશરે ૧,૫૦૦ ડોલરનો ખર્ચ થતો હતો, જે વધીને ૮,૦૦૦ ડોલર સુધી પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે.

  • જ્જ    મુલાકાતીઓના જણાવ્‍યા અનુસાર જેબલ અલી બંદર ઉપર માલસામાનની આવનજાવન અત્‍યંત ઘટી જવાથી વેપારીઓને ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવો પડ્‍યો છે. ભારતથી દુબઈ થતી નિકાસને પણ મોટો ફટકો પડ્‍યો હોવાની ચર્ચા છે. જોકે સત્તાવાર વિગતો અનુસાર બંદર સંપૂર્ણપણે બંધ નથી, પરંતુ તેની માલવહન પ્રવૃત્તિમાં અસાધારણ ઘટાડો થયો છે. વિવિધ પ્રકારનાં કન્‍ટેનર અને પરિવહન વ્‍યવસ્‍થા પ્રમાણે ભાડામાં પણ તફાવત હોઈ શકે છે.

યુદ્ધ દરમિયાન ધાર્મિક સ્‍થળોની પ્રવૃત્તિઓ ઉપર પણ અસર : હવે સ્‍થિતિ સામાન્‍ય બની રહી છે : દુબઈથી આવેલા લોકોના જણાવ્‍યા અનુસાર યુદ્ધની શરૂઆતના સમયગાળામાં સલામતીનાં કારણોસર કેટલાંક ધાર્મિક સ્‍થળોની પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવી હતી. જોકે હવે ધાર્મિક સ્‍થળો ફરી શરૂ થતાં ત્‍યાં વસતા ભારતીયો અને શ્રદ્ધાળુઓએ રાહત અનુભવી છે.

યુદ્ધની દુબઈ ઉપર કેટલી અસર? આંકડાઓ બોલે છે

મોંઘવારીએ સામાન્‍ય પરિવારોનું બજેટ ખોરવ્‍યું

જેબલ અલી બંદરે એપ્રિલથી જૂનમાં

કન્‍ટેનરોની સંખ્‍યામાં ઘટાડો

90.1%

દુબઈ એરપોર્ટના મુસાફરોમાં ઘટાડો

28.1%

ઈંધણ અને લુબ્રિકન્‍ટ્‍સના ભાવમાં વધારો

3.19%

પરિવહન ક્ષેત્રની મોંઘવારી વધારો

9.34%

ખાદ્યપદાર્થોની મોંઘવારી વધારો

9.1%

ઓક્‍ટોબરમાં એકંદર મોંઘવારી વધારા

5.48%

ભારતીય નિકાસકારોની કમર તોડતું કન્‍ટેનર ભાડું : ૮૦૦ ડોલરથી વધીને ૮,૦૦૦ ડોલર

ભારતીય બંદરોથી જેબલ અલી સુધી ૪૦ ફૂટના કન્‍ટેનરનું ભાડું, અમેરિકન ડોલરમાં જોઈએ તો ૮૦૦ ડોલરથી વધીને ૮,૦૦૦ ડોલર સુધી પહોંચ્‍યું છે. આ ભાડું યુદ્ધ પહેલા ૮૦૦ ડોલર હતું, જૂન જુલાઈમાં ૫૫૦૦ થયું જ્‍યારે હાલમાં નવેમ્‍બર ૨૦૨૬ માં આ ભાડું વધીને ૮૦૦૦ સુધી પહોંચી ગયાનું જાણકારો દાવો કરે છે.

કન્‍ટેનર ભાડામાં થયેલા અસાધારણ વધારા ઉપરાંત વીમો, ઈંધણ, વધારાનું પરિવહન અને માલ પહોંચાડવામાં વિલંબને કારણે ભારતીય નિકાસકારોની મુશ્‍કેલી વધી છે. તેની સીધી અસર દુબઈમાં વેચાતી આયાતી વસ્‍તુઓના ભાવ ઉપર પડી રહી છે.

(3:40 PM IST)