News of Tuesday, 26th May 2026
ગ્લોબલ બેંકોમાં ફસાયેલા ઈરાનના $120 બિલિયન: અમેરિકા સાથે મહાસોદા પછી તેહરાનને કરોડો ડોલર પાછા મળવાની આશા
આ મહાસોદાના બદલામાં ઈરાને વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વની ગણાતી 'હોર્મુઝ સંપૂર્ણપણે ખુલ્લી રાખવી પડશે અને લેબનોન પર હુમલા રોકવા પડશે

દોહા: આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના ચક્રવ્યૂહમાં ફસાયેલા ઈરાનના અધધ $120 બિલિયન (આશરે ₹10 લાખ કરોડથી વધુ) વિશ્વના શક્તિશાળી દેશોની બેંકોમાં સીઝ થયેલા પડ્યા છે, જેને મુક્ત કરાવવા માટે અત્યારે કતારની રાજધાની દોહામાં પડદા પાછળ હાઈ-લેવલની બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે.
અમેરિકાના પ્રચંડ આર્થિક દબાણના કારણે ઈરાનની આ વિરાટ રકમ ચીન, અમેરિકા, બ્રિટન, તુર્કી, કતાર અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં ફ્રીઝ કરી દેવામાં આવી છે. દક્ષિણ કોરિયાએ ઈરાન પાસેથી કરોડોનું ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું પરંતુ પ્રતિબંધોના કારણે તેના $6 બિલિયન અટકાવી રાખ્યા છે, જ્યારે વર્ષ 2023માં પણ કેદીઓની અદલાબદલીના સોદા હેઠળ કતારની બેંકમાં ફંડ ટ્રાન્સફર કરાયું હતું. હવે વચગાળાના પરમાણુ કરાર હેઠળ ઈરાન પ્રથમ તબક્કામાં પોતાના $24 બિલિયન પાછા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.
આ મહાસોદાના બદલામાં ઈરાને વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વની ગણાતી 'હોર્મુઝ સંપૂર્ણપણે ખુલ્લી રાખવી પડશે અને પડોશી દેશો તેમજ લેબનોન પર હુમલા રોકવા પડશે, જ્યારે સામે પક્ષે અમેરિકા ઈરાનને આર્થિક પ્રતિબંધોમાં મોટી રાહત આપશે. જોકે, ભૂતકાળમાં ઓબામા વહીવટીતંત્રે $50 બિલિયન મુક્ત કર્યા બાદ ટ્રમ્પે આ ડીલ રદ કરી દીધી હતી, જેથી આ વખતે પણ "પરમાણુ શરતો પૂરી ન થાય ત્યાં સુધી એક પણ ડોલર નહીં મળે" તેવી કડક ચેતવણીઓ વચ્ચે ઈરાન રાહત સામગ્રીના બહાને આ નાણાં વહેલામાં વહેલી તકે પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવવા મથી રહ્યું છે.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
