તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 4th May 2026
ઈરાનના આર્થિક માળખા પર અમેરિકાનો મોટો પ્રહાર: આતંકવાદને મળતા અબજો ડોલરના ભંડોળ પર રોક

ન્યૂયોર્ક: અમેરિકાના ટ્રેઝરી વિભાગે ઈરાન સામેના આર્થિક પ્રતિબંધો વધુ કડક બનાવ્યા છે. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના જણાવ્યા અનુસાર, ઈરાનના શેડો બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્રિપ્ટોકરન્સી એક્સેસ, હથિયાર ખરીદી નેટવર્ક અને આતંકવાદીઓને ભંડોળ પૂરું પાડતી સિસ્ટમ્સ પર સકંજો કસવામાં આવ્યો છે. આ ઉપરાંત ચીનની કેટલીક ખાનગી રિફાઇનરીઓ પણ અમેરિકાના રડાર પર છે.
ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં લાગુ કરાયેલા મહત્તમ દબાણ અભિયાનને કારણે તેહરાનમાં ફુગાવો બમણો થઈ ગયો છે અને તેમના ચલણના મૂલ્યમાં ભારે ઘટાડો નોંધાયો છે.
ઈરાનના મુખ્ય ક્રૂડ ઓઇલ એક્સપોર્ટ ટર્મિનલ ખાર્ગ આઈલેન્ડની સંગ્રહ ક્ષમતા હવે પૂરી થવા આવી છે. આ પરિસ્થિતિને કારણે ઈરાનની સરકારે ફરજિયાતપણે તેલનું ઉત્પાદન ઘટાડવું પડશે. જેના પરિણામે ઈરાનને રોજના આશરે ૧૭૦ મિલિયન ડોલરની આવક ગુમાવવી પડશે અને તેના ઓઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કાયમી નુકસાન પહોંચશે.
અમેરિકાએ કડક ચેતવણી આપી છે કે ઈરાનને મદદ કરનાર કોઈપણ સંસ્થા કે જહાજ પર આકરા પ્રતિબંધો લાદવામાં આવશે. *
(9:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
