તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
લેબનોન વિવાદમાં ઈરાનનો મોટો કૂટનીતિક દાવો
સ્વિટ્ઝરલેન્ડ વાટાઘાટોમાં ઈઝરાયેલ ઝૂક્યું, લેબનોનના વિસ્તારોમાંથી સેના પાછળ હટાવવા અને કમાન્ડ લેબનીઝ આર્મીને સોંપવા માટે આખરે થઈ સંમતિ

તેલઅવિવ: મધ્ય પૂર્વના તંગદિલીભર્યા માહોલ વચ્ચે મોટા સમાચાર બહાર આવ્યા છે.
સ્વિટ્ઝરલેન્ડમાં ચાલી રહેલી મંત્રણા પૂર્ણ કરીને ઈરાની પ્રતિનિધિમંડળ રવાના થઈ ગયું છે. આ વાટાઘાટોમાં ઈરાને મોટી સફળતા મળી હોવાનો દાવો કર્યો છે.
તેમના અહેવાલ મુજબ, ભારે દબાણને વશ થઈને ઈઝરાયેલ આખરે લેબનોનના કેટલાક વિસ્તારોમાંથી પોતાની સેના આંશિક રીતે પાછળ હટાવવા માટે સંમત થવા મજબૂર થયું છે.
એટલું જ નહીં, ખાલી કરાયેલા આ વિસ્તારોનો સંપૂર્ણ કબજો અને સુરક્ષા વ્યવસ્થા 'લેબનીઝ આર્મી' (લેબનોનની સત્તાવાર સેના) ને સોંપી દેવાની પણ સમજૂતી થઈ છે.
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
