<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th November 2026

હોર્મુઝમાં ત્રણ જહાજોમાં આગના અહેવાલ વચ્ચે ઈરાનનો નવો ખુલાસો : કેશ્મ ટાપુના ધડાકા અમેરિકી હુમલાથી થયા ?

બે તેલવાહક જહાજો દરિયાઈ સુરંગો સાથે અથડાતાં આગ લાગી અને અન્ય એક જહાજમાં પણ વિસ્ફોટ અને આગ*

તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચેના લશ્કરી તણાવ દરમિયાન હોર્મુઝ જળમાર્ગમાં જહાજો ઉપર હુમલાના અહેવાલોથી ચિંતા વધી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડના નૌકાદળે દાવો કર્યો છે કે પ્રતિબંધિત માર્ગમાંથી પસાર થતાં બે તેલવાહક જહાજો દરિયાઈ સુરંગો સાથે અથડાતાં તેમાં આગ લાગી હતી. અન્ય એક જહાજમાં પણ વિસ્ફોટ અને આગનો અહેવાલ છે.

 

બીજી તરફ ઈરાનના સરકારી માધ્યમોએ જણાવ્યું છે કે કેશ્મ ટાપુ સહિત દક્ષિણ ઈરાનમાં સંભળાયેલા ધડાકા ઈરાની લશ્કરી પ્રવૃત્તિ સાથે સંબંધિત હોઈ શકે છે. અમેરિકી હુમલાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

 

અમેરિકાએ ઓમાનના અખાતમાં પોતાની નાકાબંધી તોડવાનો પ્રયાસ કરતા એક વેપારી જહાજને નિષ્ક્રિય કર્યાનો દાવો કર્યો છે. જહાજો ઉપરના હુમલાની સ્વતંત્ર પુષ્ટિ બાકી છે.

(10:08 PM IST)