તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
વાટાઘાટો વચ્ચે ઈરાનનો હુંકાર : કહ્યું સેના સંપૂર્ણપણે એલર્ટ પર છે અને કોઈપણ સંભવિત ખતરાનો જવાબ આપવા માટે તૈયાર
ઈરાનનું કહેવું છે કે છેલ્લા એક વર્ષમાં શાંતિ વાટાઘાટો દરમિયાન અમેરિકા અને ઈઝરાયલે તેના પર બે વાર હુમલો કર્યો છે, તેથી તે તેમના પર સંપૂર્ણ ભરોસો કરતું નથી

અમેરિકા સાથે ચાલી રહેલી વાટાઘાટો વચ્ચે ઈરાને સ્પષ્ટ કહ્યું છે કે તેની સેના સંપૂર્ણપણે એલર્ટ પર છે અને કોઈપણ સંભવિત ખતરાનો જવાબ આપવા માટે તૈયાર છે.
ઈરાનનું કહેવું છે કે છેલ્લા એક વર્ષમાં શાંતિ વાટાઘાટો દરમિયાન અમેરિકા અને ઈઝરાયલે તેના પર બે વાર હુમલો કર્યો છે, તેથી તે તેમના પર સંપૂર્ણ ભરોસો કરતું નથી.
ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના ઉપ સચિવ ગદીર નેઝામીએ કહ્યું કે વાતચીત ચાલુ હોવા છતાં, લશ્કરી તૈયારીઓમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી અને જરૂર પડ્યે જવાબ આપવામાં આવશે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
