હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 20th May 2026
ઈરાનનું શેરબજાર ૮૦ દિવસે ખૂલીને વધ્યું, પણ ૭૨% શેર ઘટયા

તહેરાન તા.૨૦: ઈરાનનું તહેરાન સ્ટોક એક્સચેન્જ (TSE) ૮૦ દિવસ બંધ રહ્યા બાદ મંગળવારે ખૂલ્યું હતું. બેન્ચમાર્ક ઈન્ડેક્સ TEDPIX વધ્યો હતો, પરંતુ ૭૨ ટકા શેર ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ ૨૫૦૦ પોઈન્ટ ઉછળીને ૩,૭૧૬,૦૦૦ રહ્યો હતો. જોકે માત્ર ૨૮ ટકા શેર વધીને બંધ રહ્યા હતા. ૪૦ જેટલી કંપનીઓનું ટ્રેડિગ સસ્પેન્ડ કરી દેવાયું હતું. આ કંપનીઓને યુદ્ધથી ગંભીર અસર થઈ છે કે સપ્લાય ચેઈન ડિસરપ્શનને કારણે આવકમાં ભારે ધોવાણ થયું છે. વળી, યુદ્ધ અંગે અનિヘતિતા ચાલુ જ છે તેને કારણે આ કંપનીઓએ જરૂરી ડિસ્ક્લોઝર રજૂ કર્યા નથી. ઈરાનના પ્રમુખે મંગળવારે કહ્યું હતું કે સરકાર યુદ્ધની આર્થિક અસર દૂર કરવા માટે કામ કરી રહી છે.
(10:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
