<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th April 2026

ઈરાનના ટોચના લીડર ઇબ્રાહીમ રઝાઈની ખુલ્લી ચેતવણી: આ અમારો આખરી જંગ: હવે વર્ષો સુધી કોઈ યુદ્ધ લાદવાની હિંમત નહીં કરે

યુધ્ધવિરામની ચર્ચાઓ વચ્ચે તહેરાનનો આકરો મિજાજ: સુરક્ષા સુનિશ્ચિત થયા વગર સંઘર્ષ પૂર્ણ માનવાનો નથી: વળતો લોખંડી જવાબ આપવાની તૈયારીના સંકેત

 

 

તહેરાન: પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામ અને મધ્યસ્થીના દાવપેચ વચ્ચે ઈરાનની સંસદીય રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના પ્રવક્તા ઇબ્રાહીમ રઝાઈના આક્રમક નિવેદને ભારે ચર્ચા જગાવી છે. રઝાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, આ હવે અંતિમ જંગ છે અને ઈરાન એવી રીતે લડશે કે આવનારા વર્ષો સુધી કોઈ દેશ યુદ્ધ લાદવાની હિંમત ન કરે. તેમના આ નિવેદનને ઈરાનની સુરક્ષા નીતિમાં વધુ કઠોર વલણ તરીકે જોવામાં આવી રહ્યું છે.

વિવિધ માધ્યમો અને સોશિયલ પ્લેટફોર્મ પર ફરતા અહેવાલો મુજબ રઝાઈએ યુદ્ધવિરામને પણ સાવચેતી સાથે જોવાની વાત કરી છે. તેમણે સંકેત આપ્યો કે માત્ર વાતચીત કે દબાણથી ઈરાન પોતાની સુરક્ષા સંબંધિત માગણીઓથી પાછું નહીં હટે. બીજી તરફ, પાકિસ્તાનની મધ્યસ્થી અંગે પણ ઈરાનની અંદર શંકા વ્યક્ત થઈ રહી છે અને તહેરાનનો અભિગમ એવો દેખાઈ રહ્યો છે કે કોઈ પણ મધ્યસ્થી સંપૂર્ણ નિષ્પક્ષ હોવી જરૂરી છે.

આ નિવેદન પછી ખાડી વિસ્તાર, તેલ પરિવહન માર્ગો અને પરમાણુ મુદ્દે તણાવ વધુ ઘેરો બનવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ઈરાન તરફથી આવતા સંકેતો બતાવે છે કે તહેરાન હાલ સંઘર્ષને સમાપ્ત અધ્યાય માનવા તૈયાર નથી.

(9:43 AM IST)