તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
IRCTCની નવી વેબસાઈટમાં હવે મિનિટમાં દોઢ લાખ ટિકિટ બૂક થશે
રેલવે ૧૫ જુલાઈથી બિટા વર્ઝન શરૂ કરવાની તૈયારીમાં : તત્કાલ બૂકિંગ વધુ ઝડપી બનશેઃ પસંદગીની સીટ, ફેર કેલેન્ડર અને બહુભાષી સુવિધા સાથે બિનજરૂરી કેપ્ચા વગરનું ઈન્ટફેસ મળશે

નવી દિલ્હી,તા.૧૪: રેલવે મંત્રાલય આગામી ૧૫ જુલાઈથી આઈઆરસીટીસી વેબસાઈટનું બિટા વર્ઝન શરૂ કરવાની તૈયારીમાં છે. નવી પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ સાથે સંપૂર્ણ સંકલન થયા બાદ તેને તમામ મુસાફરો માટે જાહેર કરવામાં આવશે. નવી વેબસાઈટમાં ટિકિટ બુર્કિટની ઝડપ વધારવા ઉપરાંત અનેક નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મૂજબ, રેલવેની આઈઆરસીટીસીના બિટા વર્ઝનમાં પ્રતિ મિનિટ ટિકિટ બુકિગની ક્ષમતા ૩૨ હજારથી વધારીને ૧.૫ લાખથી વધુ કરવામાં આવી છે. પીએનઆર સ્ટેટસ, ટ્રેન પૂછપરછની ક્ષમતા પણ ૪ લાખથી વધારીને ૪૦ લાખથી વધુ પ્રતિ મિનિટ કરવામાં આવી છે. ખાસ કરીને તત્કાલ ટિકિટ બુકિગ દરમિયાન વેબસાઈટ વધુ ઝડપી કામગીરી કરશે. જેથી સર્વર ડાઉન, વેબસાઈટ હેંગ થવી અને બુકિગમાં વિલંબ જેવી સમસ્યાઓમાં ઘટાડો થશે. નવી વેબસાઈટમાં મુસાફરોને પસંદગીની સીટ અથવા બર્થ પસંદ કરવાની સુવિધા, અલગ-અલગ તારીખોના ભાડાની સરખામણી માટે ફેર કેલેન્ડર, બહુભાષી ઈન્ટરફેસ તેમજ બિનજરૂરી કેપચા, પોપ-અપ અને ફલેશિગ ગ્રાફિક્સ વગરનું સરળ યુઝર ઇન્ટરફેસ મળશે. દિવ્યાંગજન, વિદ્યાર્થીઓ અને દર્દીઓ માટેની સેવા પણ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાશે. વેબસાઈટના તમામ નવાફીચર્સ રેલવન એપમાં પણ ઉપલબ્ધ થશે
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
