<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

IRDAIનો એક પ્રસ્‍તાવ અને પીબી ફીનટેક માત્ર ૪ દિવસમાં ૪૩% તૂટ્‍યો

આ શેર ૩૭,૦૦૦ કરોડનો ઘટાડો થયો હોવાનું બજારના અહેવાલોમાં સામે આવ્‍યું

નવી દિલ્‍હીઃIRDAIએ ૨૩ સપ્‍ટેમ્‍બરે ‘Recalibrating Economics of Insurance Distribution’ નામનું કન્‍સલ્‍ટેશન પેપર રજૂ કર્યું હતું. તેમાં વીમા કંપનીઓ અને વીમા વિતરકોને મળતા કમિશન, ખર્ચની મર્યાદા, ગ્રાહક સુરક્ષા, વેચાણની પદ્ધતિ અને પારદર્શિતા સહિતના અનેક મુદ્દાઓમાં ફેરફાર સૂચવવામાં આવ્‍યા છે. આ પ્રસ્‍તાવો હજુ અંતિમ નિયમો નથી અને હિતધારકો પાસેથી ૨૫ ઓક્‍ટોબર ૨૦૨૬ સુધી સૂચનો મંગાવવામાં આવ્‍યા છે. તેમ છતાં બજારે સંભવિત કમાણી પર થનારી અસરને ધ્‍યાનમાં રાખીને વીમા અને વીમા વિતરણ ક્ષેત્રના કેટલાક શેરોમાં આક્રમક વેચવાલી શરૂ કરી છે.

PB Fintechના શેરમાં ૨૪ સપ્‍ટેમ્‍બરે સૌથી મોટો એકદિવસીય દ્યટાડો જોવા મળ્‍યો હતો. તે દિવસે શેરમાં લગભગ ૩૬ ટકાનો કડાકો આવ્‍યો હતો. ત્‍યારબાદ પણ વેચવાલી અટકી નહોતી અને આગામી સત્રોમાં શેર વધુ દબાણ હેઠળ રહ્યો. ૨૯ સપ્‍ટેમ્‍બર સુધી ચાર ટ્રેડિંગ સેશનમાં કુલ ઘટાડો લગભગ ૪૩ ટકા સુધી પહોંચી ગયો હતો. એક અહેવાલ મુજબ મંગળવારે પણ શેરમાં આશરે ૬ ટકાનો દ્યટાડો થયો હતો અને BSE પર ભાવ લગભગ રૂ. ૧,૦૮૨ની આસપાસ પહોંચ્‍યો હતો. આ ઘટાડાની અસર કંપનીના બજાર મૂલ્‍ય પર પણ સ્‍પષ્ટ જોવા મળી છે. ૨૪ અને ૨૫ સપ્‍ટેમ્‍બરના માત્ર બે ટ્રેડિંગ સેશનમાં જ PB Fintechની માર્કેટ કેપમાં અંદાજે રૂ. ૩૧,૪૦૦ કરોડનો ઘટાડો થયો હતો. ત્‍યારબાદના સત્રોમાં પણ શેર પર દબાણ ચાલુ રહેતા ચાર દિવસમાં માર્કેટ વેલ્‍યુમાં કુલ ઘટાડો અંદાજે રૂ. ૩૭,૦૦૦ કરોડ સુધી પહોંચ્‍યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે

(3:18 PM IST)