<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

ફારૂક અબ્‍દુલ્લા પછી નેશનલ કોન્‍ફરન્‍સનું અસ્‍તિત્‍વ જોખમમાં ?

આવતીકાલે ૩ નવેમ્‍બરે પક્ષ અને લોકસભાનું સભ્‍યપદ છોડવાની સાંસદ રૂહુલ્લાહની જાહેરાતઃ કલમ ૩૭૦ સહિતના વચનો પૂરા નહીં થયાનો આક્ષેપઃ ઓમર અબ્‍દુલ્લા સામે મોટો પડકાર

જમ્‍મુ, તા.૨: જમ્‍મુ-કાશ્‍મીરના સત્તાધારી નેશનલ કોન્‍ફરન્‍સ પક્ષમાં આંતરિક અસંતોષ વધી રહ્યો છે. શ્રીનગરના સાંસદ આગા સૈયદ રૂહુલ્લાહ મેહદીએ ચેતવણી આપી છે કે ડો. ફારૂક અબ્‍દુલ્લા પછી નેશનલ કોન્‍ફરન્‍સનું અસ્‍તિત્‍વ જોખમમાં મુકાઈ શકે છે. તેમના જણાવ્‍યા મુજબ પક્ષ આજે ફારૂક અબ્‍દુલ્લાના વ્‍યક્‍તિત્‍વને કારણે એકજૂટ છે.

રૂહુલ્લાહે ૩ નવેમ્‍બરે પક્ષ અને લોકસભાનું સભ્‍યપદ છોડવાની જાહેરાત કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે કલમ ૩૭૦ની પુનઃસ્‍થાપના, રાજકીય કેદીઓની મુક્‍તિ અને જમ્‍મુ-કાશ્‍મીરના બંધારણીય અધિકારો અંગે પક્ષે પ્રજાને આપેલાં વચનો પૂરા કર્યાં નથી.

નેશનલ કોન્‍ફરન્‍સનું નેતળત્‍વ લાંબા સમયથી અબ્‍દુલ્લા પરિવારની આસપાસ કેન્‍દ્રિત રહ્યું છે. જોકે પક્ષનું મજબૂત સંગઠન, ઐતિહાસિક જનાધાર અને પ્રાદેશિક ઓળખ તેની મોટી તાકાત છે. રાજકીય વિશ્‍લેષકોના મતે ફારૂક અબ્‍દુલ્લા પછી પક્ષનું વિઘટન નિશ્‍ચિત ગણવું ઉતાવળભર્યું છે. પરંતુ આંતરિક અસંતોષ, વૈચારિક મતભેદ અને નેતળત્‍વના પ્રશ્‍નો ગંભીર બન્‍યા છે. મુખ્‍યમંત્રી ઓમર અબ્‍દુલ્લા પક્ષના વારસાને સંગઠનાત્‍મક મજબૂતીમાં પરિવર્તિત કરી શકશે કે કેમ, તેના ઉપર નેશનલ કોન્‍ફરન્‍સનું ભવિષ્‍ય નિર્ભર રહેશે.

 

(2:57 PM IST)