તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 2nd May 2026
પ્રદેશિક પક્ષોના પતનથી રાહુલ અને કોંગ્રેસને મોટો ફાયદો?

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મતદાન બાદ ૯૩ ટકા જેટલા જંગી મતદાનના આંકડા સામે આવ્યા છે. ઈવીએમ મશીનો હવે સ્ટ્રોંગ રૂમમાં કેદ છે, પરંતુ મુખ્યમંત્રી મમતા બેનરજીની બેચેની સ્પષ્ટ દેખાઈ રહી છે. તેઓ સ્ટ્રોંગ રૂમની આસપાસ ત્રણ કલાક સુધી આંટા મારતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, તેમણે નવ મિનિટનો એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેને રાજકીય વિશ્લેષકો એક ‘વિદાય વીડિયો' તરીકે જોઈ રહ્યા છે, જેમાં તેઓ જાણે કે અંતિમ વિદાય લઈ રહ્યા હોય અને ‘દુઆઓમાં યાદ રાખજો' તેવો ભાવ રજૂ કરી રહ્યા છે.
બાંગ્લાદેશમાં ઘૂસણખોરો પાછા ફરવાનો ડર અને ચિંતાઃ બંગાળની ચૂંટણીના પરિણામોની સીધી અસર પાડોશી દેશ બાંગ્લાદેશ પર પડી રહી છે. બાંગ્લાદેશના રંગપુર બેઠકના એક વર્તમાન સાંસદે પોતાની સંસદમાં ખુલ્લેઆમ ચિતા વ્યક્ત કરી છે કે જો પヘમિ બંગાળમાં સત્તા પરિવર્તન થશે અને ભાજપની સરકાર બનશે, તો અત્યાર સુધી બંગાળમાં આશરો લઈ રહેલા તમામ ઘૂસણખોરોને પાછા બાંગ્લાદેશ ધકેલી દેવામાં આવશે. તેમના મતે, જો મમતા બેનરજીની સરકાર જશે તો બાંગ્લાદેશમાં શરણાર્થીઓનું એક મોટું અને ગંભીર સંકટ ઊભું થશે. આ બાબત દર્શાવે છે કે બંગાળમાં ઘૂસણખોરોનો મુદ્દો કેટલો વ્યાપક છે અને વિદેશી નેતાઓ પણ તેનાથી પ્રભાવિત છે.
નવી દિલ્હી એક પૂર્વજ જાણીતા વિશ્લેષણ કારના કહેવા અનુસાર, બંગાળમાં ભલે ભાજપ સરકાર બનાવે અને મમતા બેનરજીની સત્તા જાય, પરંતુ આ સમગ્ર રાજકીય ઘટનાક્રમનો સૌથી મોટો અને અંતિમ ફાયદો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને થશે. તેમનું સ્પષ્ટ માનવું છે કે પ્રાદેશિક પક્ષોનું પતન જ કોંગ્રેસના અસ્તિત્વને ટકાવી રાખવા માટે જરૂરી છે. પ્રાદેશિક પક્ષો નબળા પડવાથી દેશમાં ફરી એકવાર દ્વિપક્ષીય (ટુ-પાર્ટી) રાજનીતિ સ્થાપિત થશે, જેમાં ભાજપ સામે એકમાત્ર રાષ્ટ્રીય વિકલ્પ તરીકે કોંગ્રેસ જ બચશે. આથી, બંગાળમાં ભાજપની જીત છતાં રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ વધુ મજબૂત બનીને ઉભરશે.
આ વિશ્લેષણ મુજબ પヘમિ બંગાળની ચૂંટણીમાં મમતા બેનરજીની વિદાય નિヘતિ મનાઈ રહી છે, જેના કારણે બાંગ્લાદેશને પોતાના ઘૂસણખોરો પાછા ફરવાનો ડર સતાવી રહ્યો છે. જોકે, બંગાળમાં ભાજપની જીત અને પ્રાદેશિક પક્ષોના પતનનો લાંબા ગાળાનો સૌથી મોટો રાજકીય ફાયદો કોંગ્રેસ અને રાહુલ ગાંધીને મળશે, કારણ કે તેનાથી દેશમાં માત્ર બે જ મુખ્ય પક્ષો વચ્ચેની રાજનીતિ ફરીથી સ્થાપિત થશે. (૪૦.૧૭)
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
