તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th April 2026
ઇસ્લામાબાદમાં યોજાયેલી શાંતિ મંત્રણા 'એક ઘટના નહીં પણ લાંબી પ્રક્રિયા છે': પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂત રેઝા અમીરી મોગદ્દમે ઇસ્લામાબાદ ખાતે યોજાયેલી વાટાઘાટોને ભવિષ્યના અમેરિકા સાથેના શાંતિ કરારનો પાયો ગણાવ્યો છે ઈરાની રાજદૂત: ઈરાને પાકિસ્તાન વડાપ્રધાન અને સેના આર્મી ચીફનો આભાર માન્યો: મોગદ્દમન નિવેદનથી ભવિષ્યના શાંતિ કરાર માટે અત્યંત આશાવાદી ચિત્ર ઉપસ્યું

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂત રેઝા અમીરી મોગદ્દમે ઇસ્લામાબાદ ખાતે યોજાયેલી વાટાઘાટો અંગે આશાવાદ વ્યક્ત કરતા તેને ભવિષ્યના અમેરિકા સાથેના શાંતિ કરારનો પાયો ગણાવ્યો છે અને પાકિસ્તાનના વડાપ્રધાન તથા આર્મી ચીફની વિશેષ પ્રશંસા કરી છે.
એક તરફ અમેરિકા આક્રમક વલણ દાખવી રહ્યું છે ત્યારે, પાકિસ્તાનમાં ઈરાનના રાજદૂત રેઝા અમીરી મોગદ્દમે 'એક્સ' (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટમાં આ સપ્તાહના અંતમાં ઇસ્લામાબાદમાં યોજાયેલી શાંતિ વાટાઘાટો અંગે પોતાનો મત રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ વાટાઘાટો "કોઈ સામાન્ય ઘટના નથી પણ એક પ્રક્રિયા છે."
રાજદૂતે જણાવ્યું કે ઇસ્લામાબાદ વાટાઘાટોએ એક મજબૂત રાજદ્વારી પ્રક્રિયાનો પાયો નાખ્યો છે જે, જો બંને પક્ષે વિશ્વાસ અને ઇચ્છાશક્તિ મજબૂત બને, તો તમામ પક્ષોના હિતો જાળવી શકે તેવું ટકાઉ માળખું ઊભું કરી શકે છે.
તેમણે વાટાઘાટોના આયોજન બદલ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ અસીમ મુનીરનો પણ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. રાજદૂતે પાકિસ્તાન સરકાર, સૈન્ય, પોલીસ અને સુરક્ષા દળોના અથાક પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી કે જેમણે શાંત અને સુરક્ષિત વાતાવરણમાં મંત્રણા માટે સમાન તકો પૂરી પાડી.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુ.એસ.ના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ અને અન્ય કેટલાક ઈરાની અધિકારીઓ આ વાટાઘાટોના પરિણામો બાબતે શંકાસ્પદ હતા, પરંતુ મોગદ્દમનું નિવેદન ભવિષ્યના શાંતિ કરાર માટે અત્યંત આશાવાદી ચિત્ર રજૂ કરે છે. *
(9:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
