તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
કેરળમાં શરૂ થઈ ઇસ્લામિક શરિયા જિમ !
નો મ્યુઝિક, હિજાબ ફરજિયાતની જાહેરાતથી વિવાદ : મહિલાઓને સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેવા ફરજિયાત છે

પલક્કડ,તા.૫: કેરલમ (પૂર્વે કેરળ)ના પલક્કડ જિલ્લામાં સ્થિત એક ફિટનેસ સેન્ટર (જિમ) દ્વારા કરવામાં આવેલી જાહેરાત સોશિયલ મીડિયા પર વિવાદનો વિષય બની છે. પુથુનગરમ વિસ્તારમાં સ્થિત આ જીમના માલિકે જણાવ્યું છે કે તે તેની આ જિમ ‘ઇસ્લામ-ફ્રેન્ડલી' જીમ તરીકે ચલાવવા માગે છે. એવું જાણવા મળ્યું છે કે આ જીમ લગભગ ૧૫ વર્ષથી કાર્યરત છે. જીમના માલિકે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પ્રસ્તાવિત ફેરફારો અંગે વિગતો શેર કરી. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું: આ જીમ ઇસ્લામિક નિયમો (શરિયા) અનુસાર ચલાવવામાં આવશે. જિમમાં કોઈ મ્યુઝિક હશે નહીં. મહિલાઓને સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેવા ફરજિયાત છે. પુરુષો અને ષીઓ એકસાથે ટ્રેનિગ કરી શકશે નહીં.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, જીમમાં વર્કઆઉટ દરમિયાન મ્યુઝિક વગાડવામાં આવશે નહીં. વધુમાં, સભ્યોએ શરિયા મુજબ આધારિત ડ્રેસ કોડનું પાલન કરવાની જરૂર પડશે. જીમના માલિકે જણાવ્યું હતું કે, ઇસ્લામિક શિક્ષણ અનુસાર, કસરત દરમિયાન શરીરના તે ભાગોને ‘અવરાહ' કે ઔરત તરીકે ગણવામાં આવે છે તે આવરી લેવા ફરજિયાત રહેશે. મહિલાઓ માટે સાધારણ પોશાક અંગેના નિયમો લાગુ કરવામાં આવશે, જેમાં હિજાબ પહેરવા માટે પણ કહેવામાં આવશે. વધુમાં, પુરુષો અને ષીઓ માટે અલગ તાલીમ સમય હશે. ષી અને પુરુષોને એકસાથે જિમ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. માલિકનો દાવો છે કે આ જિમ પ્રદેશમાં હશે જે ખાસ કરીને ઇસ્લામિક મૂલ્યો સાથે સુસંગત બનાવવા માટે બનાવવામાં આવ્યું છે.
જીમના માલિકે સ્પષ્ટતા કરી છે કે સભ્યપદ ફક્ત મુસ્લિમ લોકો માટે નહીં પણ તમામ ધર્મના લોકો જીમમાં આવી શકશે, જો તેઓ ત્યાં લાગુ કરાયેલા શરિયાનું પાલન કરવા તૈયાર હોય તો. સોશિયલ મીડિયા પોસ્ટમાં નોંધવામાં આવ્યું છે કે જીમનો ઉદ્દેશ્ય ઇસ્લામિક માન્યતાઓ સાથે સુસંગત વાતાવરણ પૂરું પાડવાનો છે, જ્યારે તેની સેવાઓ સ્થાપિત નિયમોનું પાલન કરવા તૈયાર કોઈપણ માટે ખુલ્લી રહેશે.
પોસ્ટ જોઈ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. સમર્થકોએ દલીલ કરી છે કે ખાનગી વ્યવસાયોને તેમના ટાર્ગેટ કસ્ટમર્સની જરૂરિયાતો અને માન્યતાઓ અનુસાર નિયમો સ્થાપિત કરવાનો અધિકાર છે. એક યુઝરે લખ્યું, જો તેઓ બીજા કોઈને ખલેલ પહોંચાડતા નથી અથવા અસુવિધા પહોંચાડતા નથી, તો આ કોઈ માટે સમસ્યા ન હોવી જોઈએ. તે તેમનો અધિકાર છે. જો તેઓ ઇસ્લામિક કાયદાઓ અનુસાર જીમ બનાવવા માગતા હોય, જો તેઓ કોઈપણ ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન ન કરે, તો તેમને તે કરવાની મંજૂરી આપવી જોઈએ.
તેનાથી વિપરીત, કેટલાક વ્યક્તિઓએ આ પહેલની ટીકા કરી. અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, આ દેશમાં વધતા ઇસ્લામિક કટ્ટરવાદથી છુપાયેલો ભય છે; તેને કાબુમાં લેવાની અને કચડી નાખવાની જરૂર છે. બીજી એક ટિપ્પણીમાં કહેવામાં આવ્યું છે, કેરળ રાજ્યમાં દુઃખદ સ્થિતિ, જે તાલિબાનના માર્ગે આગળ વધી રહી હોય તેવું લાગે છે. ‘લેફટ-ઉદારવાદી‘ લોબી આંખ આડા કાન કરે છે... શું શરિયા તેમને સ્વીકાર્ય છે?
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
