તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Thursday, 4th June 2026
ગાઝામાં લાખો ડોલર ખર્ચીને બનાવેલી આતંકવાદીઓની વધુ એક વિશાળ અંડરગ્રાઉન્ડ ટનલ ઇઝરાયેલે સંપૂર્ણ નષ્ટ કરી
યહૂદીઓનું અપહરણ અને હત્યા કરવા માટે દાયકાઓ સુધી કરાયેલા આતંકવાદી સુરંગના નિર્માણનો ઇઝરાયેલે ખાતમો બોલાવ્યો

જેરૂસલેમ: જુદા જુદા ડિજિટલ અને પ્રિન્ટ મીડિયા પ્લેટફોર્મ્સના વિસ્તૃત અહેવાલો મુજબ, ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) એ ગાઝા પટ્ટીમાં ચલાવેલા સૈન્ય ઓપરેશન દરમિયાન આતંકવાદીઓની વધુ એક અત્યંત વિશાળ અંડરગ્રાઉન્ડ ટેરર ટનલ શોધી કાઢી છે અને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધી છે. ગાઝાના આતંકવાદીઓએ માત્ર યહૂદીઓનું અપહરણ કરવા અને તેમની નિર્દયતાથી હત્યા કરવાના હેતુથી આ વિશાળ ટનલ નેટવર્ક ઊભું કર્યું હતું.
અહેવાલો દર્શાવે છે કે, આતંકવાદીઓએ આ અંડરગ્રાઉન્ડ ટનલ બનાવવા માટે દાયકાઓનો સમય વેડફ્યો હતો અને લાખો ડોલરનો જંગી ખર્ચ કર્યો હતો. જોકે, ઈઝરાયેલી સેનાએ આતંકવાદીઓના આ મનસૂબા પર પાણી ફેરવીને આખી ટનલનો જડમૂળથી નાશ કર્યો છે.
શેર કરવામાં આવેલા વીડિયોમાં પણ ઈઝરાયેલ દ્વારા આ સુરંગનો કઈ રીતે સફાયો કરવામાં આવ્યો તે સ્પષ્ટ જોઈ શકાય છે. આ કાર્યવાહીથી ઈઝરાયેલે આતંકવાદી સંગઠનોને વધુ એક મોટો ફટકો આપ્યો છે.*
(1:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
