તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસે શુભેચ્છા પાઠવી
તેમણે કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભારતે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ સ્થાન બનાવ્યું: નેતન્યાહૂએ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમના જન્મદિવસે શુભેચ્છા પાઠવી છે. નેતન્યાહૂએ વડાપ્રધાન મોદીની નેતૃત્વ ક્ષમતાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે મોદીના નેતૃત્વમાં ભારતે વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ સ્થાન બનાવ્યું છે. નેતન્યાહૂએ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે PM મોદી સાથે મળીને બંને દેશો વચ્ચે અભૂતપૂર્વ ભાગીદારીનું નિર્માણ કર્યું છે. નેતન્યાહૂના જણાવ્યા અનુસાર, અગાઉ ભારત અને ઇઝરાયેલ વચ્ચે આટલી મજબૂત મિત્રતા નહોતી. વડાપ્રધાન મોદીના જન્મદિવસે ઇઝરાયેલના વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલી શુભેચ્છા અને બંને દેશોના સંબંધો અંગેની તેમની ટિપ્પણીઓ ચર્ચામાં આવી છે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
