તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
ખાનગીકરણની દિશા સામે ઈસરોના કર્મચારીઓનો અવાજ બુલંદઃ ‘જાહેર નાણાંથી વિકસાવેલી ટેકનોલોજી દેશની અમૂલ્ય સંપત્તિ છે’
નવ કર્મચારી સંગઠનોએ અધ્યક્ષ વી. નારાયણન પાસે લેખિત ખુલાસો માગ્યોઃ રોકેટ નિર્માણ, ભરતી અને નોકરીની સુરક્ષા અંગે સવાલો ઉઠાવ્યા

નવી દિલ્હી, તા. ૬: ઈસરોના વિવિધ કેન્દ્રોનાં નવ કર્મચારી સંગઠનોએ અધ્યક્ષ વી. નારાયણનને પત્ર લખીને સંસ્થાની ભૂમિકા, કર્મચારીઓની નોકરીની સુરક્ષા અને ભાવિ ભરતી અંગે લેખિત ખુલાસો માગ્યો છે. સંગઠનો અંદાજે પાંચ હજાર કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
ઇન-સ્પેસના અધ્યક્ષ પવન ગોએન્કાએ ભવિષ્યમાં નિયમિત ઉપગ્રહો અને પ્રક્ષેપણ વાહનોનું ઉત્પાદન ખાનગી અથવા જાહેર ક્ષેત્રની કંપનીઓ સંભાળશે એવો સંકેત આપ્યો હતો. કર્મચારીઓનું કહેવું છે કે આ અંગે અવકાશ વિભાગ તરફથી નીતિ, કાનૂની આધાર કે સમયમર્યાદાની ઔપચારિક માહિતી અપાઈ નથી.
પત્રમાં જણાવાયું છે કે જાહેર નાણાંથી વિકસાવેલી ટેકનોલોજી રાષ્ટ્રીય સંપત્તિ હોવાથી તેનું હસ્તાંતરણ પારદર્શક અને જવાબદારીપૂર્ણ હોવું જોઈએ. ઈસરોએ લગભગ ૧૨૦ ટેકનોલોજી ઉદ્યોગોને આપી છે. કર્મચારી સંગઠનોએ કોઈ અપરિવર્તનીય નિર્ણય પહેલાં તેમની સાથે પરામર્શ કરવાની માગ કરી છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
