તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
ISROએ મધરાત બાદ ઈતિહાસ રચ્યો:અદ્યતન અર્થ ઓબ્ઝર્વેશન સ્પેસક્રાફ્ટ EOS-05 નું સફળ પ્રક્ષેપણ કર્યું
આ દેશનો જિયોસિંક્રોનસ ઓર્બિટ માટે તૈયાર કરાયેલ પ્રથમ સમર્પિત ઇમેજિંગ સેટેલાઇટ છે. તેને GSLV-F17 રોકેટ દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરાયું

ISRO એ જણાવ્યું કે EOS-05 ને પ્રક્ષેપણ બાદ લગભગ 18 મિનિટમાં નિર્ધારિત સબ-જિયોસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં (Sub-GTO) સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યો. ISROના અધ્યક્ષ વી. નારાયણને કહ્યું, “મને જણાવતાં ખૂબ જ આનંદ થાય છે કે GSLV-F17 રોકેટે ‘Advanced Earth Observation Satellite-05’ એટલે કે જિયો-ઇમેજિંગ સેટેલાઇટને સફળતાપૂર્વક અને ચોકસાઈપૂર્વક તેની નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત કરવામાં આવ્યુ છે.”
તેમણે કહ્યું કે એકવાર EOS-05 ઓર્બિટમાં કાર્યરત થઈ જશે, ત્યારબાદ તે જિયો-ઓર્બિટમાંથી ભારતનો પ્રથમ સમર્પિત ઇમેજિંગ સેટેલાઇટ બનશે અને દેશને મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ડેટા ઉપલબ્ધ કરાવશે. આ સેટેલાઇટને મિશન સાથે સંકળાયેલા એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે ‘આકાશમાં આંખ’ (Eye in the Sky) ગણાવ્યો છે. તે રિયલ ટાઇમ તસવીરો પૂરી પાડશે અને ખેતી, આપત્તિ વ્યવસ્થાપન સહિતના અનેક ક્ષેત્રોમાં દેશ માટે ઉપયોગી સાબિત થશે
રાત્રે 11:30 વાગ્યે શરૂ થયેલા 27 કલાકના સરળ કાઉન્ટડાઉન પછી 2367 કિલોગ્રામ પેલોડ વહન કરતું રોકેટ સવારે 02:55 વાગ્યે સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેના બીજા લોન્ચ પેડ પરથી ઉપડ્યું. વરસાદ અને મોડી રાત્રિના સમય છતાં લોકોનો ઉત્સાહ ઓછો થયો નહોતો અને ઘણા લોકો આ ઐતિહાસિક લોન્ચના સાક્ષી બનવા માટે ત્યાં પહોંચ્યા હતા.
જ્યાં મોટાભાગના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ્સ લો અર્થ ઓર્બિટમાંથી (LEO) કામ કરે છે, ત્યાં EOS-05 પૃથ્વીથી આશરે 36,000 કિલોમીટરની ઊંચાઈ પર જિયોસિંક્રોનસ ઓર્બિટમાં રહેશે. આ ઊંચાઈએ સેટેલાઇટ પૃથ્વીની પરિભ્રમણ ગતિ સાથે તાલમેલ જાળવી શકશે. GSLV-F17 ભારતના જિયોસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલની 19 મી ઉડાન છે.
3 તબક્કા, 51.7 મીટર ઊંચા રોકેટનો ત્રીજો તબક્કો ક્રાયોજેનિક છે. તેનું લિફ્ટ ઓફ માસ 420.5 ટન છે અને 2000 કિલોગ્રામથી વધુ વજન ધરાવતો સેટેલાઇટ રોકેટના નોઝ કોન પર માઉન્ટ થયેલ છે. G
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
