તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 8th October 2026
આરોપીની પૂછપરછ કઈ રીતે કરવી તે સૂચવવાનું કામ હાઈકોર્ટનું નથી
આ વિષય તપાસ એજન્સીના વિવેકાધિકારનોઃ સુપ્રીમકોર્ટ : સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાના કેસમાં સ્કૂલના આચાર્ય અને તેમના પત્નીને આગોતરા જામીન નહીં આપવાનો હાઇકોર્ટનો હુકમ રદ

નવી દિલ્હી,તા.૮: સર્વિસ રેકર્ડમાં ચેડાં કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાના કેસમાં સેકન્ડરી સ્કૂલના આચાર્ય પતિ અને શાળાની સંચાલક સમિતિના પ્રમુખ એવા તેમના પત્નીના આગોતરા જામીન નામંજૂર કરવાના હુકમ સામે વયોવૃધ્ધ દંપતિએ સુપ્રીમકોર્ટમાં અપીલ કરી હતી. જેની સુનાવણીમાં સુપ્રીમકોર્ટના જાસ્ટિસ ઉજ્જવલ ભુયાન અને જાસ્ટિસ અતુલ એસ.ચંદુરકરની ખંડપીઠે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસમાં તપાસ બાબતે કરાયેલ ટિપ્પણી પરત્વે નારાજગી વ્યકત કરી હતી અને સ્પષ્ટપણે જણાવ્યું કે, હાઈકોર્ટે આરોપીઓની પૂછપરછની કોઈ પધ્ધતિ સૂચવવી જોઈએ નહી અને આ બાબત તપાસ એજન્સીના વિવેકાધિકાર પર છોડી દેવી જ શ્રેષ્ઠ છે.
સુપ્રીમકોર્ટે વયોવૃધ્ધ દંપતિને કેસની તપાસમાં પૂરતો સાથ સહકાર આપવાની શરતે આગોતરા જામીન મંજૂર કર્યા હતા. કેસની વિગતો મુજબ, અપીલકર્તા સેકન્ડરી સ્કૂલના આચાર્ય એવા પતિ અને શાળાના સંચાલક સમિતિના પ્રમુખ એવા પત્ની વિરૂધ્ધ આરોપ લાગ્યો હતો કે, આચાર્યએ તેમની જન્મતારીખ તા.૧૯-૬-૧૯૬૪થી બદલીને તા. ૧૯-૬-૧૯૬૫ કરવ માટે તેના સર્વિસ રેકર્ડમાં ચેડા કર્યા હતા. જેનાથી તેમની નિવૃત્તિની તારીખ બદલાઈ ગઈ હતી અને આમ કરીને તેમણે સરકારી તિજોરીને નુકસાન પહોંચાડયુ હતું. ગેરકાયદે આર્થિક લાભમેળવવા તેમણે સરકારી રેકર્ડમાં ચે રેકર્ડમાં ચેડાં કર્યા હતા. આ કેસમાં આરોપી દંપતિની આગોતરા જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે નામંજૂર કરી હતી પરંતુ હાઇકોર્ટે તેના આદેશમાં એવું એવું અવલોકન કર્યું હતું કે, આ કેસની હકીકતો અને સંજોગોને ધ્યાનમાં લેતાં સત્ય બહાર લાવવા માટે માત્ર અરજદારની જ નહી પરંતુ અન્ય તમામ શંકાસ્પદોની પણ કસ્ટોડિયલ પૂછપરછ(અટકાયત હેઠળ પૂછપરછ) અનિવાર્ય છે, તેથી એરજદારની તરફેણમાં અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવા માટેનો આ યોગ્ય કેસ નથી.
સુપ્રીમકોર્ટે હાઈકોર્ટની આ ટિપ્પણીટ્ટ સામે વાંધો વ્યકત કરતાં જણાવ્યું કે, અમે દ્રઢપણે માનીએ છીએ કે, આરોપીની પૂછપરછ કઈ રીતે કરવી તે સૂચવવાનું માત્ર અરજદાર જ નહી પરંતુ અન્ય તમામ શંકાસ્પદોની પણ કસ્ટોડિયલ પૂછપરછ (અટકાયત હેઠળ પૂછપરછ) કામ હાઈકોર્ટનું નથી. આ બાબત તપાસ એજન્સીના વિવેક પર છોડી દેવી જોઇએ. અનિવાર્ય છે તેવી વ્યાપક ટિપ્પણી કરવાથી અન્ય શંકાસ્પદોના અધિકારો જોખમમાં મુકાયા છે. હાઈકોર્ટે આવી બિનજરૂરી ટિપ્પણીઓ કરવાનું ટાળવું જોઈએ.
સુપ્રીમકોર્ટે એમ પણ જણાવ્યું કે, અપીલકર્તાઓ સામેના આરોપો સંપૂર્ણપણે દસ્તાવેજો પર આધારિત છે અને કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી નથી. સુપ્રીમકોર્ટે એ બાબત પણ ધ્યાને લીધી કે, આરોપી આચાર્ય વરિષ્ઠ નાગરિક છે અને શાળામાંથી નિવૃત્ત થઈ ચૂક્યા છે. ઉપરોકત હકીકતો ધ્યાનમાં લીધા બાદ સુપ્રીમકોર્ટે વૃધ્ધ દંપતિના આગોતરા જામીન નામંજૂર કરવાના ગુજરાત હાઈકોર્ટના હુકમને રદબાતલ ઠરાવ્યો હતો અને કેસની તપાસમાં સહકાર આપવાની શરતે બંનેના આગોતરા જામીન કાયમી મંજૂર કર્યા હતા.
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
