News of Thursday, 29th October 2026
માલ વેચાણ બાદ આપેલા ડિસ્કાઉન્ટમાં હવે આઇટીસી રિવર્સ કરે એટલે રિફંડ મળી જશે
૧ નવેમ્બરથી અમલમાં આવનાર નિયમને કારણે વેપારીઓને રાહત મળશે : વેપારીએ પહેલા કરાર કરવા પડતા હતા અથવા તો ક્રેડિટ નોટ આપવાની રહેતી હતી

મુંબઇ તા.૨૯: વેપારી દ્વારા માલનું વેચાણ કરવામાં ૧ આવ્યા બાદ સામેવાળા વેપારીને ડિસ્કાઉન્ટ આપવાનું હોય તો જીએસટીમાં રિફંડ મેળવવા માટેની પ્રક્રિયા અટપટી હતી. તેમાં વેપારી સાથે એમઓયુ કરવાનું રહેતું હતું. અથવા તો વેપારીએ ક્રેડિટ નોટ આપવાની થતી હતી. હવે આ તમામ પ્રક્રિયા કરવાના બદલે સામેવાળા વેપારી દ્વારા આઇટીસી રિવર્સ કરવામાં આવે એટલે વેપારીને તો રિફંડ સરળતાથી મળી રહેવાનું છે. આ ક નિયમનો અમલ આગામી એક નવેમ્બરથી કરવામાં આવનાર છે.
દેશભરના વેપારીઓ અને ત્રે ઉદ્યોગજગત માટે જીએસટી નિયમોમાં તો મહત્ત્વપૂર્ણ અને રાહત આપનારા ફેરફારો જાહેર કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન અનુસાર સીજીએસટી કાયદાની સુધારેલી કલમ ૧૫(૩) (b) ૧ નવેમ્બર ૨૦૨૬થી લાગુ કરવામાં આવી રહી છે. આ નવા નિયમથી માલ કે સેવાના સપ્લાય પછી અપાતા ડિસ્કાઉન્ટની પ્રક્રિયા અત્યંત સરળ બની જશે. અત્યાર સુધીના નિયમો મુજબ, માલ કે સેવા સપ્લાય થઈ ગયા બાદ ચાહક કે ડીલરને ડિસ્કાઉન્ટ આપવું હોય તો સપ્લાય પહેલાં લેખિત કરાર હોવો અનિવાર્ય હતો. આ ઉપરાંત ક્રેડિટ નોટને મૂળ ઇન્વોઈસ સાથે લિક કરવી પડતી હતી. આ પ્રક્રિયા ખૂબ જ જાટિલ હોવાથી વેપારીઓ વારંવાર લિટિગેશન અને ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટિસોનો સામનો કરતા હતા. તેના બદલે હવે વેપારી દ્વારા જે ક્રેડિટ લીધી હોય તેને રિવર્સ કરવામાં આવે એટલે માલ વેચનાર વેપારીને રિફંડનો લાભ મળી રહેશે.
ઉદાહરણ તરીકે વેપારીએ એક લાખનો માલ વેચ્યો હોય અને તેમાં પાંચ હજારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હોય તો વેપારીએ પાંચ હજાર પર ભરેલો જીએસટી પેટે લીધેલી ક્રેડિટ રિવર્સ કરવામાં આવે એટલે વેપારીના ખાતામાં તે બચાવશે. તે રકમનો વપરાશ કરી શકશે અથવા તો રિફંડ પણ લઈ શકશે. આ નિયમ આગામી એક નવેમ્બરથી લાગુ થતા સૌથી વધુ રાહત વેપારીઓને થવાની છે.
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
