હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અકસ્માતના વળતર માટે આવક નક્કી કરવા આઈટીઆર મુખ્ય આધારઃ સુપ્રીમ
વળતરની કેવી રીતે ગણતરી કરવી તેની ગાઈડલાઇન જારી કરી : પગારદારો માટે છેલ્લા એક વર્ષનું, સ્વરોજગારી ધરાવતા લોકો માટે ૩ વર્ષ સુધીના રિટર્ન મુખ્ય રેફરન્સ

નવી દિલ્હી તા.૨: દેશભરમાં મોટર અકસ્માત વળતરમાં એકરૂપતા લાવી શકે તેવા એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બુધવારે આવકવેરા રિટર્નના આધારે મૃતકો અથવા ઈજાગ્રસ્ત દાવેદારોની વાર્ષિક આવક કેવી રીતે નક્કી કરવી તે અંગે અદાલતો માટે માર્ગદર્શિકા છે. નિર્ધારિત કરી છે.
આ ગાઇડલાઇન મુજબ પગારદાર વ્યક્તિઓ માટે અકસ્માત પહેલાંના માત્ર છેલ્લા એક વર્ષનું ITR તેમની વાર્ષિક આવક દર્શાવવા માટે પૂરતું રહેશે, જ્યારે સ્વરોજગારી અથવા વ્યવસાય કરતા લોકો માટે સામાન્ય રીતે અગાઉના ત્રણ વર્ષ સુધીના ITRમાં દર્શાવાયેલી સરેરાશ આવકને વાર્ષિક આવકનો આધાર બનાવવામાં આવશે. જાસ્ટિસ
સંજય કરોલ અને એન કોટીશ્વર સિહની ખંડપીઠે જણાવ્યું હતું કે મોટર વ્હિકલ ધારા હેઠળ વાર્ષિક આવક નક્કી કરવા માટે કોઈ એક કડક અને નિヘતિ ફોર્મુલા હોઈ શકે નહીં. જોકે કોર્ટે આઇટીઆરના આધારે વળતરની ચકાસણી કરવા માટે પગારદાર અને સ્વરોજગારી ધરાવતા લોકો માટે સ્પષ્ટ ભેદરેખા નિર્ધારિત કરી જાસ્ટિસ સંજય કરોલે જણાવ્યું હતું કે મૃતક વ્યક્તિ કે દાવેદારની વાર્ષિક આવક ગણવા માટે કોઈ એક ફોર્મ્યુલા હોઇ શકે નહીં, મોટર વ્હિકલ એક્ટ હેઠળ વળતરના હેતુ માટે વ્યક્તિની આવક ગણવા માટે આઇટીઆર એક મહત્ત્વનો કાનૂની રેફરન્સ છે. અદાલતે વરિષ્ઠ વકીલ જે. આર. મિષાની દલીલ સ્વીકારી હતી કે પગારદાર અને સ્વરોજગારી ધરાવતા વ્યક્તિઓની આવકનું મૂલ્યાંકન અલગ-અલગ રીતે થવું જોઈએ. અદાલતે નોંધ્યું હતું કે દેશભરની વિવિષ અદાલતોમાં આ મુદ્દે અલગ-અલગ અભિગમ અપનાવે છે. કેટલીક અદાલતો માત્ર છેલ્લું ITR ધ્યાનમાં રાખે છે, જ્યારે કેટલીક અગાઉના વર્ષોની સરેરાશ આવકની ગણતરી કરે છે, જેના કારણે વળતરની રકમમાં અસંગતતા ઊભી થાય છે. અમારા મતે પગારદાર વ્યક્તિઓ માટે માત્ર પાછલા વર્ષનું ITR વાર્ષિક આવક દર્શાવવા માટે પૂરતું હશે. ફક્ત પાછલા વર્ષને ધ્યાનમાં લેવાનું કારણ એ છે કે પ્રમોશનની નાણાકીય અસર નોંધપાત્ર હોય છે અને તે ફક્ત તે વર્ષના ITRમાં પ્રતિબિબિત થઈ શકે છે. પહેલાં થોડા સમય અગાઉ બઢતી અથવા પગારમાં વધારો થયો હોય અને તેનો સંપૂર્ણ ઉલ્લેખ છેલ્લા ITRમાં ન થયો હોય, તો અદાલત પ્રમોશન લેટર, પગાર સંબંધિત દસ્તાવેજો તથા અન્ય નાણાકીય પુરાવાઓને પણ ધ્યાનમાં લઈ શકે છે. સર્વોચ્ચ અદાલતે વધુમાં જણાવ્યું હતું કે સ્વરોજગાર ધરાવતા અથવા બિઝનેસમા માલિક વ્યક્તિના કિક્સામાં અગાઉના ત્રણ વર્ષ સુધીના આઇટીઆરમાં દર્શાવતી સરેરાશ આવક એક રેફરન્સ પોઇન્ટ્સ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
